________________
પ્રકાશકનું નિવેદન આ સંસ્થાએ આ અગાઉ જૈન ધર્મના અનેક સંસ્કૃત તેમજ ગુજરાતી પુસ્તક પ્રગટ કર્યા છે, તે દરેકમાં આ સંસ્થાને ઉદ્દેશ જૈન ધર્મની ઊંડી સમજણ ફેલાવવાનું અને જ્ઞાન પ્રચારને જ રહ્યો છે. : “પદર્શન સુબાધિકા” નામનું આ પુસ્તક તેમાં એક નવી ભાત પાડનારૂં બની રહેશે. જૈન સમાજમાં અને અન્ય લોકોમાં જૈન ધર્મના સિદ્ધાન્ત વિષે પૂરી સમજણ પ્રવર્તે અને તે વિષે સાચો ખ્યાલ આવે તે હેતુથી આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકની ભાષા સાદી અને સરળ છે. જેથી આબાલવૃદ્ધ સૌને સિદ્ધાન્તની ગહન વાતે સહેલાઈથી સમજાય એ રીતે આ પુસ્તક તૈયાર થયેલ છે.
વિસં. ૨૦૩૦ની સાલમાં પૂજ્ય ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજી મ., પૂ. તપસ્વી મુનિશ્રી શક્તિચંદ્રવિજયજી મ., સેવાભાવી પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી આદિ ઠાણુએ મેરબી નગરે ચોમાસુ કરેલ, તે સમયે ષડ્રદર્શન સુબેધિકા છપાવવાને નિર્ણય થયેલ અને ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજીના ઉપદેશથી ત્યાંના શ્રી સંઘના ટ્રસ્ટીઓએ આ પુસ્તકમાં કાગળની સંપૂર્ણ રકમ આપી લાભ લીધો છે. તેમને અત્રે અમે આભાર માનીએ છીએ.
પૂ. ગણીવર્ય લબ્ધિવિજયજી મ. એ પણ આ પુસ્તક સરળ ભાષામાં તૈયાર કરી આપ્યું, તે માટે અમે તેમના અણી છીએ.
આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી ડાહ્યાભાઈએ યુફ રીડીંગ કરી આપી સહકાર આપે છે તેને પણ અમે આભાર માનીએ છીએ. - સાધના પ્રેસે આ પુસ્તકની છપાઈ ઝડપથી કરી આપેલ છે, તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ
લિ. મંત્રાઓ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org