________________
પૂજ્યશ્રી દુર્લભ વિજયજી મહારાજની
જીવનસ્મૃતિ
શ્રી ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાલનપુર જીલ્લામાં પાલડી ગામ છે. ત્યાં શિખરબંધ એક જિન મંદિર છે. તેમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે. પ્રતિમાજી ઘણું જ સુંદર અને પ્રાચીન છે. ત્યાં એક પૌષધશાળા છે. વેતામ્બર મૂ. પૂ. જૈનના ચાલીશ ઘરે છે. એવા અનેક ધર્મસ્થાનેથી શોભતું પાલડી એવું નાનું ગામ છે. ત્યાં દોશી કુટુંબ હતું. ઉજમ નાથાના કુટુંબમાં ડામરશી નામે એક શેઠ હતા. તેમને સપબેન નામે પત્નિ હતા. મેના નામે તેમને એક પુત્રી હતી. સરૂપબેન સ્વર્ગવાસ થવાથી ડામરશીભાઈએ પુત્રીના ભરણપોષણ માટે બીજી હસ્તબેન નામે પત્નિ કરી. તેમણે ત્રણ પુત્રને જન્મ આપે. મોટાનું નામ ત્રિભુવન, વોટનું નામ ઈશ્વર અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org