SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધાચારણુ વિદ્યાચારણું જીનપ્રતિમા વાંદી છે તે વિષે ૮૩ એકલો વજ્ર્ શબ્દ કહ્યો છે તેમાં કાંઈ વિરોધ નથી, પરંતુ ચંદ્ એક શબ્દ છે માટે ત્યાં પ્રતિમા વાંદીજ નથી એવું તે જેમલજી ઠરાવે છે તેથી શ્રી ભગવતી સુત્રના પાઠને તે ત્રિરાવે છે. વળી જેડો મુઢમતિ લખે છે કે “ત્યાં ચાર શબ્દ ચારણુ સુનિઓમ્બે પ્રતિમા વાંદી નથી પરંતુ દર માવતી પડિક્રુમ્યા ત્યારે લોગસ્સ કહી તેમાં અરિહંતને વાંધા છે તે ચૈત્યવંદના કરી છે”અરે સુર્ખ ઢુંઢકો ચૈત્ય શબ્દનો અર્થ અહિં1 એવો કોઈ પણ શાસ્ત્રની અંદર કહેલો નથી, ચૈત્ય શબ્દના તો જનમંદિર, જીનીંમ, અને ચોતરાબંધ વૃક્ષ એ ત્રણ અર્થ અનેકાર્ય સંગ્રહ વગેરે ગ્રંથોમાં ૩ડેલા છે. વળી રચ્યવહી પડિક્રમામાં લોગસ્સ કહ્યો તે ચૈત્યનંદના કરી એમ કહોછો તો સુત્રમાં જ્યાં જ્યાં ઇરિઆવી પિડ #મવાનો અધિકાર છે ત્યાં ત્યાં આિવહી પરિક્રમે એમ તો કહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ ચૈત્યવંદના કરી એમ કહ્યું નથી; તો આ ઠેકાણે અર્ય ફેરવવા માટે મનમાં આવે તેવા કુતકા કરોને તે તમારો મિથ્યાત્વનો ઉદય છે. વળી ચારૂં વાત્તત્ એ શબ્દનો અર્થ ફેરવવા માટે તેણે લખ્યું છે કે “તે વાક્યનો અર્થ જો પ્રતિમા વાંદી એવો છે તો તે દિશ્વરીપે તો એ અર્થ મળશે પગુ માનુષોત્તરે અને રૂચકીપે પ્રતિમા નથી ત્યાં કેમ મળશે ” તેનો ઉત્તર-અમે આ પ્રશ્નોત્તરની આદ્યમાંજ ત્યાં જીનન્નુવન અને જીનપ્રતિમા છે એમ બતાવી દીધું છે માટે ચારણમુનિઓએ પ્રતિમાજ વાંદી છે એમ સિદ્ધ થાયછે, અને તેથી ટુંકોની ધારેલી કુયુક્તિઓ નિરર્થક થાયછે. પછી જેઠમલ કુમતિ લખે છે કે “જયાચારણુ વિદ્યાચારણુ સુતિઓ પ્રતિમા વાંદવા નથીજ ગયા કેમકે જો પ્રતિમા વાંદવા ગયા હોત તો ત્યાંથી પાછા વળતા માનુષોત્તર પર્વતે સિદ્દાયતન છે તે કેમ ન વાંદ્યાં ?” તેનો ઉત્તર—ચારણમુનિઓ પ્રતિમા વાંદવાતેજ ગયાછે પરંતુ પાછા વળતા જે માનુષોત્તરનાં ચૈત્ય વાંધાં નથી તે તેની ગતિનો સ્વભાવ છે, કારણ કે વચ્ચે ખોળે વિસામો લેઈ શતા નથી. આ વાત ભગવતી સુત્રમાં પ્રસિદ્ધ છે પણુ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy