________________
૫૦
સમકિત સભ્યોદ્ધાર છે તે શત્રુંજયમાં શું વિશેષતા છે.” તિનો ઉત્તર–તમે ટુંકો ગુરૂના ચરણની રજ મસ્તકે લગો છો, અને સર્વ જગત્રની ધૂળ અને રાખ, તમારા ગુરૂના પગની રજરૂપ થઈ ચુકેલ છે, માટે તે સર્વે તમારા મત પ્રમાણે તે ટોપલે ટોપલે ભરીને તમારે માથે ઘાલવી જોઈએ તે શા વાસ્તે ઘાલતા નથી? અમે તે જે જગ્યાએ સિદ્ધ થયા છે, અને જેમના નામ જાણીએ છીએ તે જગ્યાને તિર્થરૂપ માનીએ છીએ. મિર્જ શ્રી શજ સિધ્યાના અધિકાર જ્ઞાતાજી તથા અંતગડ દશાંગ સત્રમાં છે.
વળી શ્રી શાતા સુત્રમાં ગીરનાર તથા સમેત શિખરે સિધ્યાના અધિકાર પણ છે. આ ચોવીશીના વીશ તિર્થંકર સમેત શિખર ઉપર નિર્વાણુ પદ પામ્યા છે; તથા શ્રી જંબુદ્વિપ પજતીમાં રિષભદેવજી શ્રી અષ્ટાપદ ઉપર સિધ્યાને અધિકાર છે; શ્રી વાસુપુજ્ય સ્વામી ચંપાપુરીએ અને મહાવીર સ્વામી પાવાપુરીએ મોક્ષ પધાર્યા છે; વિગેરે સર્વે ભૂમિકાને અમે તિરૂપ માનીએ છીએ.
વળી તમે પણ જે જગ્યાએ જે મૂનિઓ સિદ્ધ થયા હોય તેના નામ વિગેરે કથન અમને બતાવે, અમે તે જગ્યાને તિર્થરૂપ માનીશું. કારણ કે અમે તિને માનીએ છીએ; નહિ માનવાવાળાને મિથ્યાત્વ લાગે છે એ પ્રત્યક્ષ છે. ઈતિ.
૮ ક્ય બલી કમ્મા શબ્દને અર્થ.
આઠમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ “કય બલી કમ્મા ” શબ્દ જે દેવ પુજા વાંચી છે તેનો અર્થ ફેરવવાને માટે જેમ કોઈ મનુષ્ય ભર સમુદ્રમાં પડયા પછી નીકળવાના ફાંફાં મારે તેવી રીતે ફોગટ ફાંફાં માર્યા છે, અને અજ્ઞાની પ્રાણીઓને પોતાના ફંદમાં ફસાવવાને માટે સુત્રપાઠ નાંખી નાંખીને ખોટા પાનાઓ ભય છે. પરંતુ તેથી તેની કોઈ પણ સિદ્ધી થઈ નથી; કારણ કે તેના લખેલા (૧૧) પ્રશ્નના ઉત્તર નિચે પ્રમાણે ખુલા છે.
પહેલા પ્રશ્નમાં લખ્યું છે કે “ ભદ્રા સાર્થવાહીએ વાવડી મળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org