________________
( ૩ ) વિરૂદ્ધ જણાયાથી તેનું ખંડન લખાવાની આવશ્યકતા ધારી તે નકલો યોગ્ય યોગ્ય સ્થાનકે મકલી, જે ઉપરથી અનેક વિદ્યા ગુણ સંપન્ન મુનિરાજ મહારાજ શ્રી આત્મારામજીએ તેનું હિંદુસ્થાની ભાષામાં ખંડન લખી એ ગ્રંથનું નામ સમકિત યોદ્ધાર આપી અત્રેના સંધ ઉપર મોકલ્યું. શ્રી સધે તે ગ્રંથ છપાવીને બહાર પાડવા સારુ અમને આપો તેથી તેનું અનેક ગુણગણાલંકત શાંતમૂર્તિવંત મહા મૂનિરાજ મહારાજ શ્રી વૃદ્ધિચંદજીના આશ્રયથી ગુજરાતી ભાષામાં ઘણાજ વધારા સાથે ભાષાંતર કરી શુદ્ધ માર્ગ પક્ષિક જને દ્રષ્ટીગત થવા માટે અમે પ્રસિદ્ધિમાં મૂક્યો છે.
અગાઉ ઘણા બુદ્ધિવંત આચાના હાથથી એ હકમતનું સવિસ્તર ખંડન જુદા જુદા ગ્રંથમાં લખાયેલું છે. પ્રથમ બી સમકિત પરિક્ષા નામે ગ્રંથ આશરે દશ હજાર લોકના સુમાર છે જેમાં કમતિની બનાવેલી અઠ્ઠાવન બોલની હુંડો ઉત્તર સવિસ્તર પણે છે; વળી શ્રી પ્રવચન પરિક્ષા નામ ગ્રંથ આશરે વીશ હજાર
કની સંખ્યાને છે, જેમાં ઢઢક મતની ઉત્પત્તિ સહીત તેમના કરેલા પ્રશ્નોના ઉત્તર છે; શ્રી મદ્યશવિજયજી ઉપાધ્યાએ લીમડી વાસી મિઘજી દેસી જેઓ ટીઆ હતા તેમને સેવેગ પક્ષમાં લાવવા નિમિતિ વીરસુતિરૂપ હુંડીનું સ્તવને બનાવેલું છે, જેને ટબ તમામ સત્ર પાક સાથે ઘણા વિસ્તાર કરીને સંયુક્ત પંડિત શ્રી પદ્યવિજયજીએ પુરેલો છે, તેની લોક સંખ્યા સુમારે ત્રણ હજાર છે અને તેની અંદર સંપૂર્ણ રીત ટુંકમતનું ખંડન છે; છેવટે ઢંઢકમતખંડન નામે નાટક જે કે છપાઈને બહાર પડેલું છે તેની અંદર પણ ફકત બત્રીશ સૂત્રના દ્રષ્ટાંતથી જ ડું પક્ષનું હાસ્યરસ સાથે ખંડન કરેલું છે. એ પ્રમાણે તે મતના ખંડનના ઘણા ગ્રંથો લખાએલા વિદ્યમાન્ છતાં તેવી જ મતલબને બીજે ગ્રંથ બનાવી ફોગટ પ્રયાસ કરવો તે દુરસ્ત
નથી, પરંતુ એ સમકિતસારના કર્તાએ તે ગ્રંથની અંદર સ્વમતિ કે કલ્પનાએ ઘણી નવીન યુકિતઓ લખેલી છે, જેમાંની કેટલીએકનો
ઉત્તર અગાઉ જણાવેલા ગ્રંથોમાં લખાએલ નથી અને તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં હોવાથી ઓછા જ્ઞાનવાળા મનુષ્યો વાંચી શકતા નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org