SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનો નોંધ છે. તે વિષે. ૧૫૫ પ્રાયશ્ચિત જાણવું અથવા છઠ્ઠ એટલે બે ઉપવાસી દુવાલસ એટલે પાંચ ઉપવાસ સુધીના પ્રાયશ્ચિત પ્રત્યે પાસ” પુર્વોક્ત સુત્રપાડ શ્રી મહાકલ્પ સુત્રમાં છે અને તે મહાકલ્પ સૂત્રનું નામ પૂર્વે કહેલા દિસુત્રના પાડમાં છે. જેડા નિજાવે તે પાઠ જીતકલ્પ સુત્રનો ઠરાવીને લખ્યો છે પરંતુ તેનું તે પ્રમાણેનું લખવું મિથ્યા છે, કારણ કે જીતકલ્પ સુત્રમાં તેવો પાઠ નથી. જો લખેછે કે શ્રાવક પ્રમાદે કરીને ભગવંત તથા સાધુને વાંદી ન શકે તો તેનો પશ્ચાતાપ કરે પણ તેને પ્રાયશ્ચિત હોય નહિં” તેનો ઉત્તર---પોસહ લીધેલા શ્રાવકની ક્રિયા પ્રાયે સાધુ સસ છે તેથી જેમ સાધુને પ્રાયશ્ચિત હોય તેમ શ્રાવકને પણ હોય છે. શે ટૂંક લખેછે કે બૃહતકલ્પ, વ્યવહાર, નિસીથ તથા આચારાંગમાં પ્રાયશ્ચિતને અધિકારે દેહેરે ન ગયાનું પ્રાયશ્ચિત કહ્યું નથી” તેનો ઉત્તર-કોઈ અધિકાર એક સુત્રમાં હોયછે અને કોઈ અધિકાર બીજા સુત્રમાં હોયછે, સર્વે અધિકાર એક સુત્રમાં હોતા ઞથી. જેમ શ્રી નિસીથ, મહાનિસીથ, તકલ્પ, વ્યવહાર તથા જીતકલ્પ વિગેરે સુત્રોમાં પ્રાયશ્ચિતનો અધિકાર છે તેમ શ્રી મહાકલ્પ સુત્રમાં પણ પ્રાયશ્ચિતનો અધિકાર છે. સધળાં સુત્રોમાં સરખો અધિકાર નથી, તેમજ એક સુત્રમાં સઘળો અધિકાર નથી. સર્વે સુત્રોમાં જુદો જુદો અધિકાર છે, માટે દેહેરે ન જવાના પ્રાયશ્ચિતનો અધિકાર શ્રીમહાકલ્પ સુત્રમાંજ છે અને બીજામાં નથી. તો તેથી કાંઈ જેડાની કરેલી કુયુક્તિ સાચી ઠરી શકવાની નથી, શ્રી હરિભદ્રસુરિ જે કે નસાશનને દિપાવનાર, મહાધુરંધર પંડિત, ચઉદરો ચુંમાળીશ ગ્રંથના કતા હતા તેમની જેઠા નિાવે ફોગટની નિંદા કરી છે તે તેની સુર્ખતાની નિશાની છે. શ્રી અભવ્યકુળકમાં અભ૧૭૧ જે જે સ્થાનકે ન ઉપજે તે બતાવ્યું છે તે બાબતમાં જેઠો નિાવ લખેછે કે ભવ્ય અભભ્ય સર્વે જીવો સઘળે ઠેકાણે ઉપજી ચુક્યા એમ સુત્રમાં કહ્યું છે માટે - ભવ્ય કુળક સુત્રથી વિરૂધ છે જેઠા ઢુંઢકનું આ લખાણ મહા ત્રિમાદ્રષ્ટીપણાનું છે. જો કે શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે ખરૂં યતઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy