________________
૩૬
શંકા-સમાધાન
પૂજનીય બનાવવા માટે નથી, મંદિરમાં જાણતાં-અજાણતાં આશાતના થઈ ગઈ હોય, તો એ આશાતના દૂર થાય એ માટે અઢાર અભિષેક છે. અઢાર અભિષેકવાળા પ્રતિમાજીના દર્શન અને બે હાથ જોડીને મસ્તક નમાવીને નમન પણ કરી શકાય. હજી ધૂપ-દીપ પણ કરી શકાય. પરંતુ કેસરપૂજા વગેરે પૂજા, વાસક્ષેપથી પૂજા કે ચૈત્યવંદન ન થઈ શકે. અઢાર અભિષેકવાળા પ્રતિમાજીની પૂજા કરવાની પ્રવૃત્તિથી અનવસ્થા વધે. એકને જોઈને બીજાઓ પણ તેવી પ્રવૃત્તિ કરવા માંડે. જો એમ થાય તો સમય જતાં અંજનશલાકા આદિ વિધિ ગૌણ બની જવાની સંભાવના રહે. ગીતાર્થ ગુરુઓએ વ્યાખ્યાનાદિમાં આનો નિષેધ કરવો જોઈએ. જેથી અનવસ્થા ન ચાલે.
શંકા- ૯૪. અઢાર અભિષેક કરેલા ભગવાન ઘરમાં રખાય ? તેની વાસક્ષેપ આદિ પૂજા થાય ?
સમાધાન અઢાર અભિષેક કરેલા ભગવાન માત્ર દર્શનીય તરીકે ઘરમાં રાખવામાં વાંધો નથી પણ તેની વાસક્ષેપ આદિથી પૂજા ન થાય. કારણ કે અઢાર અભિષેક કરેલા ભગવાન પૂજનીય બનતા નથી, માત્ર દર્શનીય છે. અંજનશલાકા થયા પછી જ ભગવાન પૂજનીય બને છે. આજે માત્ર અઢાર અભિષેક કરાવીને કેટલાક પ્રતિમાજીને પૂજે છે, તે બરોબર નથી. પ્રતિમાજીની આશાતના થઈ ગઈ હોય તો આશાતનાને દૂર કરવા માટે અઢાર અભિષેક છે. પણ પ્રતિમાજીને પૂજનીય બનાવવા માટે અઢાર અભિષેક નથી. અજ્ઞાન શ્રદ્ધાળુ લોકો ઘરમાં કે દુકાન આદિમાં ફોટાની સામે ધૂપ-દીપ કરતા હોય છે. પણ અજ્ઞાન લોકો કરે તેટલા માત્રથી તે વિધિરૂપ ન બની જાય. તેથી સમજુ જીવોએ તેમ ન કરવું જોઇએ. આમાં જિનાજ્ઞા વિરુદ્ધ કર્યાનો દોષ લાગે. અંજન થયેલા પ્રતિમાજી પૂજનીય બને, એવી જિનાજ્ઞા છે.
શંકા– ૫. કોઈ પૂજા, પૂજન કે અઢાર અભિષેક આદિનો ચઢાવો ન બોલતાં નકરો નક્કી કરીને નકરાથી આદેશ આપે તો નકરાની રકમથી શું શું થઈ શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org