________________
શંકા-સમાધાન
૩૫
શંકા ૯૧. શરીરના કોઈ અંગમાં પરુ(રસી) થઈ હોય તો પૂજા ન થઈ શકે, તેનું શું કારણ ?
સમાધાન– પરમાત્મા ત્રણ લોકના નાથ હોવાથી તેની પૂજા શુદ્ધ શરીરથી કરવી જોઇએ, લોકમાં પણ રાજા વગેરે મોટા માણસની પાસે જવું હોય, તો શુદ્ધ શરીરથી જવું જોઇએ. અશુદ્ધ શરીરથી રાજા પાસે ન જઈ શકાય, તો પછી ત્રણ લોકના નાથ એવા પરમાત્માની પૂજા પરુ વગેરેથી અશુદ્ધ થયેલા શરીરથી કેમ કરી શકાય ?
અઢાર અભિષેક સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૨. ૭ થી ૧૧ ઇંચ સુધીની ધાતુની પ્રતિમા અઢાર અભિષેક કરાવેલી હોય તો તેની પ્રક્ષાલપૂજા થઈ શકે કે નહિ ? એ પ્રતિમાજીની પૂજા રોજ કરવી પડે કે એકાદ વખત ન થાય અથવા ઘર બંધ કરીને પરદેશ જાય અને ચાર મહિના ન થાય તો દોષ લાગે કે કેમ ?
સમાધાન માત્ર અઢાર અભિષેક કરવાથી પ્રતિમાજી પૂજનીય બનતા નથી. ધાતુના કે આરસના, નાના કે મોટા, કોઈ પણ પ્રતિમાજી અંજનશલાકા થયા પછી જ પૂજનીય બને છે. અંજનશલાકાની વિધિથી પૂજનીય બનેલા પ્રતિમાજીની પ્રક્ષાલ વગેરે પૂજા રોજ કરવી જોઇએ. એક દિવસ પણ પ્રતિમાજીને અપૂજ ન રાખી શકાય. જે શ્રાવકે પોતાના ઘરમાં અંજનશલાકાવાળા પ્રતિમાજી બિરાજમાન કર્યા હોય અને ઘર બંધ કરીને જવાનું થાય ત્યારે સંઘમંદિરમાં પ્રતિમાજી મૂકી શકાય. જેથી પ્રતિમાજી અપૂજ ન રહે.
શંકા– ૯૩. હમણાં શ્રાવકો કેવળ અઢાર અભિષેક થયા હોય તેવી જિનમૂર્તિ સ્વઘરમાં પધરાવીને તેની કેસર વગેરેથી પૂજા કરે છે તે બરોબર છે ?
સમાધાન– આ બરાબર નથી. અઢાર અભિષેકથી પ્રતિમાજી પૂજનીય બનતા નથી. પ્રતિમાજીને પૂજનીય બનાવવા શાસ્ત્રોક્ત અંજનશલાકા વગેરે વિધિ થવી જોઇએ. અઢાર અભિષેક પ્રતિમાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org