SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ચાંદીના ટુકડાને કુટીને પાતળું-પહોળું વરખનું પાનું બનાવવામાં આવે છે. આથી વરખપૂજા કરવામાં પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન ન મળે ? આ રીતે આંતરચર્મને સ્પર્શતા વરખ અપવિત્ર ન બને ? ૨૦ સમાધાન બળદોની હિંસા વરખ બનાવવા માટે કે તેનું આંતરચર્મ મેળવવા માટે જ થતી નથી. કિંતુ માંસ આદિ મેળવવા માટે થાય છે. એથી વરખના ઉપયોગથી પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન મળે, એ વાત તદ્દન ખોટી છે. બીજું- આંતરચર્મના સ્પર્શથી સોના-ચાંદીના વરખ અપવિત્ર બનતા નથી. કેમકે સોનું-ચાંદી તો અપવિત્રને પવિત્ર કરે છે. એથી જ પૂર્વે આભડછેટ ટાળવા સોનાના સ્પર્શવાળું પાણી(=સોનાપાણી) છાંટવામાં આવતું હતું. આજેય વિધિવિધાનમાં આ પરંપરા ચાલુ છે. શંકા- ૫૨. કાજુ વગેરે ખાદ્ય દ્રવ્યોથી પ્રભુજીની આંગી બનાવાય ? સમાધાન– ના. ૫૨માત્મા ત્રિલોકના નાથ છે. ઇન્દ્રો પણ તેમની પૂજા કરે છે. આવા સર્વોત્કૃષ્ટ પરમાત્માની આંગી ઉચ્ચ દ્રવ્યોથી કરવી જોઇએ, સામાન્ય દ્રવ્યોથી નહિ. આ વિષે પંચાશકમાં જણાવ્યું છે કે- “ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે, તે ભાવથી અશુભ કર્મોનો ક્ષય થાય છે.” ચક્રવર્તીનાં કે ઇન્દ્રના શરીરે કેવી વસ્તુઓ હોય ? સામાન્ય વસ્તુઓ હોય ? જો ચક્રવર્તીના કે ઇન્દ્રના શરીરે સામાન્ય વસ્તુઓ ન હોય તો ચક્રવર્તી અને ઇન્દ્રથી પણ મહાન પ્રભુજીના શરીરે સામાન્ય વસ્તુઓ કેવી રીતે મૂકી શકાય ? કાજુ, બદામ, એલાયચી વગેરે ખાદ્ય પદાર્થો સામાન્ય ગણાય. રૂ પણ સામાન્ય દ્રવ્ય હોવાથી તેની આંગી ન બનાવાય. ઇમીટેશન ટીકા પણ આંગીમાં ન વપરાય. પરમાત્માની અંગરચના સોનું, ચાંદી, સુગંધી પુષ્પો, મખમલ, રેસમ વગેરે ઉત્તમ વસ્ત્ર, સોના-ચાંદીના ટીકા, મોતી વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવી જોઇએ. ટૂંકમાં- પરમાત્માની શોભા વધે તેવા અસલી (પ્યોર) ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આંગી બનાવવી જોઇએ. આંગીમાં હલકા દ્રવ્યો ન વાપરવા જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy