________________
શંકા-સમાધાન
૧૭
હોય તો ટાળવી જ જોઇએ કે જાણવા છતાં વાપરે તો ચાલે ? વાપર્યા પછી ઉપરોક્ત વિગતની જાણ થાય તો પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ ? તે ગાય આદિનું દૂધ પ્રભુજીના પક્ષાલ કે અધિષ્ઠાયક દેવ-દેવીના પક્ષાલ કે ગુરુમૂર્તિના પક્ષાલ માટે વાપરી શકાય? ખુલાસો કરવા વિનંતિ ?
સમાધાન– પ્રભુના અંગ ઉપરથી ઉતારેલાં પુષ્પો ગાય આદિને ખાવા માટે આપી શકાય નહિ. આ પુષ્પો પ્રભુના અંગો ઉપર ચઢેલાં હોવાથી દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનું કોઈથી પણ ભક્ષણ ન કરાય. આવાં પુષ્પો ખાનારી ગાય આદિનું દૂધ વગેરે ચતુર્વિધ સંઘને ન કલ્પ, વાપરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. જેમને આ જાણકારી હોય, તેણે આવું દૂધ વાપરવાનું ટાળવું જોઈએ. જાણવા છતાં વાપરે તો વધારે દોષ લાગે. આની જાણ થયા પછી જેટલા દિવસ વાપર્યું હોય, તેટલા દિવસનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા પોતાનામાં શક્તિ હોય તો આ કાર્ય બંધ કરાવવું જોઈએ. આવા દૂધથી પ્રભુજીનો પ્રક્ષાલ કરવામાં દોષ જણાતો નથી. આમ છતાં આવા દૂધથી પ્રભુજીને પ્રક્ષાલ ન કરવો જોઇએ. જેથી આવી ખોટી પ્રવૃત્તિને પ્રોત્સાહન ન મળે.
શંકા- ૪૭. અંજનાએ માટીની પ્રતિમા બનાવી, નવકારથી પ્રતિષ્ઠિત કરીને પૂજી. પૂજા કેવળ પુષ્પથી કરી છે, તો અંજનશલાકા માટે વર્તમાનમાં આટલો બધો આડંબર થાય છે તે યોગ્ય છે ?
સમાધાન- અંજનાએ માટીની પ્રતિમા બનાવી વગેરે કેવા સંયોગોમાં કર્યું તે વિચારવાની જરૂર છે. એ જંગલમાં છે. ત્યાં વિધિથી પ્રતિષ્ઠિત થયા હોય તેવા પ્રતિમાજી મળી શકે તેમ નથી. પૂજા કરવાનો ભાવ ઉત્કૃષ્ટ છે. આવી સ્થિતિમાં પોતાના પૂજા કરવાના ઉત્કૃષ્ટ ભાવને ટકાવવા-વધારવા આવી રીતે પણ પૂજા કરે તે યોગ્ય છે. માણસને જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે મિષ્ટાન્ન ન મળે તો જેવો તેવો લૂખો-સુકો પણ આહાર કરે છે. તે જ રીતે પ્રસ્તુતમાં વિધિથી પ્રતિષ્ઠિત થયેલા પ્રતિમાજી મળી શકવાની કોઈ શક્યતા ન હોય ત્યારે આવી રીતે પૂજા કરવાથી પણ ઉત્તમ લાભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org