________________
૧૬
શંકા-સમાધાન
શંકા- ૪૪. પુષ્પો ન મળી શકતા હોય, તો લવિંગથી પુષ્પપૂજા થઈ શકે કે નહિ? કેમ કે અઢાર અભિષેકમાં એક વિધિકારે પુષ્પોના સ્થાને લવિંગ મુકાવ્યા હતાં.
સમાધાન– લવિંગથી પુષ્પપૂજા ન થાય. આગેવાનો આ અંગે યોગ્ય પ્રયત્ન કરે, તો પુષ્પો મળી શકે. તાવ આવે ત્યારે તાવની દવા ન મળે, તો પેટના દુ:ખાવાની દવા શું લઈ શકાય ખરી ? અઢાર અભિષેક વગેરે પ્રસંગો ઘણા દિવસો પહેલાં નિશ્ચિત થઈ જતા હોય છે. એથી આગેવાનો એ દિવસે પુષ્પોની વ્યવસ્થા સહેલાઈથી કરી શકે. છતાં કોઇ તેવા અનિવાર્ય સંયોગોમાં વિધિકારે તેમ કર્યું હોય, તો પણ દરરોજ લવિંગથી પુષ્પપૂજા ન થઇ શકે.
શંકા- ૪૫. પ્રભુજીની નાભિ પાસે પુષ્પો હોવાથી (અથવા બીજા કોઈ પણ અંગ ઉપર પુષ્પ હોવાથી) અંગ ઉપર પૂજા થઈ શકતી નથી અને એથી પુષ્પ ઉપર પૂજા કરવી પડે છે તો આ અંગે શું કરવું?
સમાધાન– પૂજા કરવાના નવ અંગો ઉપર કે નાભિ પાસે કોઈ પણ વ્યક્તિ પુષ્પ ન મૂકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટીઓ દ્વારા થવી જોઇએ. પૂજા કરનારે પણ આ ખ્યાલ રાખવો જોઇએ. જેથી અન્યને પ્રભુના નવઅંગે પૂજા કરવાનો લાભ મળી શકે અથવા પૂજકને પ્રતિમાજી ઉપર પુષ્પ જ્યાં મૂકવાની ભાવના હોય ત્યાં મૂકીને પછી પોતાના હાથે પુષ્પ લઇને બાજુમાં યોગ્ય સ્થળે રાખેલ થાળીમાં એ પુષ્પો મૂકી દે, અથવા પૂજારી એ પુષ્પને લઇને થાળીમાં મૂકી દે. પછી આ રીતે ભેગા થયેલાં પુષ્પોની અંગરચના કરે તો પ્રભુજીની સુંદર ભક્તિ થાય અને પૂજા કરનારાઓ નવ અંગે પૂજા કરી શકે. આવી કોઈ વ્યવસ્થા ન થાય અને પુષ્પ ઉપર પૂજા કરવી પડે તેમ હોય તો પુષ્પને લઈને અંગ ઉપર પૂજા કરીને પુષ્પ પાછું તે સ્થળે મૂકી શકાય.
શંકા- ૪૬. જે પુષ્પોથી ભગવાનની પૂજા થઈ હોય, તે પુષ્પો ઉતારી લીધા બાદ જો ગાય આદિને ખવડાવવામાં આવે, તો તે ગાય આદિનું દૂધ સાધુ-સાધ્વીને કે શ્રાવક-શ્રાવિકાને પીવા માટે ચાલે ? વાપરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે ? તે સંબંધમાં જાણકારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org