________________
શંકા-સમાધાન
શંકા- ૧૨. શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખતે મસ્તક ધોવું જોઇએ ? કે કાંસકીથી વાળ ઓળી લે તો ચાલે ?
સમાધાન– દેવપૂજા કરવા ઇચ્છતા શ્રાવકે સામગ્રી હોય, તો સર્વ અંગે સ્નાન કરવું અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીથી મસ્તકના વાળ ઓળી લે તો ચાલે. એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. સેનપ્રશ્ન (૨-૨૪૭)
શંકા– ૧૩. બેનો પૂજા કરવા માટે સ્નાન કરીને ચાલુ કપડા પહેરી લે, પછી થોડીવારમાં પૂજાના કપડા પહેરીને પૂજા કરવા જાય તો આમાં દોષ ન લાગે ?
સમાધાન– આમ કરવામાં અવિધિ વગેરે દોષ લાગે. માટે આમ ન કરવું જોઇએ.
શંકા– ૧૪. ઘણા શ્રાવકો તીર્થયાત્રા આદિ માટે જાય, ત્યારે પોતાના મુકામથી સ્નાન કરી પૂજાના કપડા પહેરી ગાડીમાં બેસી ચાર-પાંચ કલાકે તીર્થસ્થળે પહોંચીને એ જ કપડાથી પૂજા કરતાં હોય છે, આવું થઈ શકે ખરું ?
સમાધાન- શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ પૂજાના કપડા પહેરીને તરત પૂજા કરવા માટે જવું જોઈએ અને પૂજાના કપડા પહેર્યા પછી પૂજા આદિ સિવાય કોઈ કાર્ય ન કરવું જોઇએ. ચાર-પાંચ કલાક પૂજાના કપડા પહેરી રાખવાથી શરીરે થયેલો પરસેવો પૂજાના કપડાને અડે અને એવા કપડાથી પૂજા કરવાથી દોષ લાગે. માટે જે સ્થળે પૂજા કરવા જવું હોય તે સ્થળે સ્નાન કરીને તરત પૂજાના કપડા પહેરીને પૂજા કરે એ યોગ્ય છે.
શંકા- ૧૫. સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એમ કેટલાક દેરાસરોમાં લખેલું હોય છે. જ્યારે કેટલાક લોકો સ્નાન કર્યા સિવાય પ્રતિક્રમણના કપડામાં ગભારામાં જઈને વાસક્ષેપથી ભગવાનની અંગપૂજા કરે છે. આમ કેમ ?
સમાધાન- ભગવાન ત્રિલોકના નાથ છે. દેવેન્દ્રો પણ તેમની સેવા કરે છે. આવા ભગવાનને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેર્યા સિવાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org