________________
શંકા-સમાધાન
૨૪૫ સમાધાન- ઉપવાસમાં જયારે પહેલીવાર પાણી વાપરવાનું હોય ત્યારે મુઠ્ઠી વાળીને એક નવકાર ગણવો જોઈએ. પાણી વાપર્યા પછી નવકાર ગણવાની જરૂર નથી. પછી પણ જ્યારે જ્યારે પાણી વાપરવાનું હોય ત્યારે ત્યારે પહેલાં કે પછી નવકાર ગણવાની જરૂર નથી. છેલ્લી વાર પાણી વાપરી લીધા પછી પાણહારનું પચ્ચખાણ આવડતું હોય તો લેવું જોઇએ અને ન આવડતું હોય તો ધારવું જોઇએ. તે જ રીતે આયંબિલમાં કે એકાસણામાં બેસીને વાપરતાં પહેલાં મુઠ્ઠી વાળીને એક નવકાર ગણવો જોઈએ. આયંબિલ-એકાસણું કરીને ઉઠતાં તિવિહાર પચ્ચકખાણ લેવું જોઈએ. જો બેસતાં એક નવકાર ન ગણવામાં આવે અને ઉઠતાં તિવિહારનું પચ્ચક્ખાણ ન કરવામાં આવે તો અતિચાર લાગે. આથી જ અતિચારમાં “બેસતાં નવકાર ન ભણ્યો, ઉઠતાં પચ્ચકખાણ કરવું વિસાયું” એમ બોલવામાં આવે છે.
શંકા- ૫૮૫. આયંબિલ ખાતામાં ઉકાળેલું કરિયાતું કેટલાક લોકો ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી વાપરે છે, તે બરોબર છે.
સમાધાન– ના. બીજા દિવસે એ અભક્ષ્ય થઈ જાય. ત્રણ ઉકાળાથી ઉકાળેલા શુદ્ધ પાણીમાં ચુનો નાખવામાં આવે, તો તે પાણી જ જયારે ચુનો નાખ્યો હોય, ત્યારથી ૭૨ કલાક સુધી ચાલે. કોઈ પણ વનસ્પતિનું ચૂર્ણ વગેરે નાખીને ઉકાળેલું પાણી તો રાત પસાર થતા વાસી થઈ જતું હોવાથી બીજા જ દિવસે અભક્ષ્ય બને છે.
શંકા- ૫૮૬. વર્તમાનમાં બનાવાતી ભાખરી સાધુને આયંબિલમાં ખપે? રોટલીનો જોગ ન જ થાય તેમ હોય તો ભાખરી લઈ શકાય?
સમાધાન– ભાખરીમાં મોણ વધારે આવે એથી આયંબિલમાં સાધુને પણ ન કલ્પ. રોટલીનો જોગ ન જ થાય તો ખાખરા-ભાત વગેરેથી ચલાવી લેવું જોઈએ. આમ તો સાધુને આયંબિલમાં મોણ નાખેલી લુખ્ખી રોટલી પણ ન કલ્પે. કારણ કે આયંબિલના આગારોમાં “પહુવમવિશ્વા” આગાર નથી. પણ વર્તમાનમાં આધાકર્મ આદિ દોષથી બચવા આયંબિલમાં મોણ નાખેલી લુખ્ખી રોટલી લેવાની આચરણા છે. પણ ભાખરી તો ન જ કલ્પે. કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org