________________
૨૪૪
શંકા-સમાધાન
સમાધાન– આયંબિલની બે ઓળી શાશ્વતી હોવા છતાં છઠ્ઠા આરામાં નહિ રહે. અહીં આયંબિલની બે ઓળી શાશ્વતી કઈ દષ્ટિએ છે, એ સમજી લેવાની જરૂર છે. જૈનશાસનમાં ત્રણ ચોમાસીની ત્રણ અઠ્ઠાઇ, સંવત્સરીની અઠ્ઠાઈ અને આયંબિલની ચૈત્ર માસની અને આસો માસની બે અઠ્ઠાઈ એમ કુલ છ અઠ્ઠાઈ છે. આ છમાં ચાર અઠ્ઠાઈ અશાશ્વતી અને બે અઠ્ઠાઈ શાશ્વતી છે. તે આ પ્રમાણે- પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં થતા ચોવીસ જિનેશ્વરોમાં પહેલા અને ચોવીસમા શ્રી તીર્થકર સિવાય બાવીસ તીર્થકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને જયારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે અને એથી એ કાળમાં ચોમાસી તરીકે ચોમાસી અને સંવત્સરી તરીકે સંવત્સરી ન હોય. આથી તે તે પર્વોની અઠ્ઠાઈઓ પણ ન હોય, અર્થાત્ ચાર અઠ્ઠાઇઓ ન હોય.
પહેલા તીર્થકરના સાધુઓ ઋજુ અને જડ તથા છેલ્લા તીર્થકરના સાધુઓ વક્ર અને જડ હોવાથી તેઓને દોષો વધારે લાગે અને દોષોની શુદ્ધિ કરવામાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે. આથી તેમના માટે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચે પ્રતિક્રમણ નિયત હોય છે. એથી તેમના માટે ચાર અઠ્ઠાઇઓ પણ નિયત હોય છે. પણ વચલા બાવીસ તીર્થકરોના શાસનકાળમાં આ ચાર અઠ્ઠાઈઓ ન હોય તથા મહાવિદેહ ક્ષેત્રમાં પણ આ ચાર અઠ્ઠાઈઓ અશાશ્વત ગણાય છે. જ્યારે ચૈત્ર માસની અઠ્ઠાઈ અને આસો માસની અઠ્ઠાઈ (બે ઓળીની અઠ્ઠાઈ) તો ચોવીસેય તીર્થકરોના તથા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થકરોના શાસનકાળમાં આવે છે. આ અપેક્ષાથી એ બે અઠ્ઠાઈઓ શાશ્વતી ગણાય છે.
આસો માસની અને ચૈત્ર માસની બે અઠ્ઠાઈઓ છઠ્ઠા આરામાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ન હોવા છતાં મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ દૃષ્ટિએ પણ આ બે અઠ્ઠાઇઓ શાશ્વતી ગણાય છે.
શંકા- ૫૮૪. ઉપવાસ-આયંબિલમાં ઉઠતા બેસતાં કેટલા નવકાર ગણવા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org