________________
શંકા-સમાધાન
૨૨૩ જીવોને બાહ્ય તપથી ઘણો લાભ થાય છે. શાસ્ત્રકારોએ આત્મહિત કરવા માટે અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાંથી જે જીવને જે ઉપાય યોગ્ય હોય તે જીવ તે ઉપાય કરે. આથી અત્યંતર તપને યોગ્ય જીવો અત્યંતર તપ કરે અને બાહ્ય તપને યોગ્ય જીવો બાહ્ય તપ કરે.
શંકા- પ૨૦. “એ તપ કર્મ નિકાચિત તપ' આ પંક્તિમાં લખ્યા મુજબ તપ નિકાચિત પણ કર્મનો ક્ષય કરે. અહીં પ્રશ્ન થાય કે કોઈ પણ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે કે અમુક જ વિશિષ્ટ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે ?
સમાધાન- શાસ્ત્રમાં તપથી નિકાચિત પણ કર્મનો ક્ષય થાય એમ જે કહેવામાં આવ્યું છે તે ક્ષેપક શ્રેણિમાં અપૂર્વકરણની અપેક્ષાએ ઘટે છે. જીવ શ્રેણિ માંડે ત્યારે આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ હોય છે. એ અપૂર્વકરણથી અપૂર્વ સ્થિતિઘાત વગેરે થાય છે. આ શુભભાવ નિકાચિત પણ કર્મોનો ક્ષય કરે છે.
શંકા- પર૧. સવારના પ્રતિક્રમણમાં તપચિંતવનના કાયોત્સર્ગમાં “ભગવાન મહાવીરના શાસનમાં છ મહિના સુધીનો તપ કરવાની આજ્ઞા છે. માટે તે જીવ ! તું છમાસી તપ કરીશ ?” ઈત્યાદિ વિચારે કે “શ્રીમહાવીર ભગવાને છ માસી તપ કર્યો હતો તેથી હે જીવ! તું છમાસી તપ કરીશ?” ઈત્યાદિ વિચારે? આ શંકા થવાનું કારણ એ છે કે આપણે ધર્મમાં ભગવાને જે કર્યું હોય તે કરવાનું નથી, કિંતુ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મ કરવાનો છે. આ દષ્ટિએ બીજી રીત યોગ્ય જણાતી નથી. માટે શંકા થાય છે.
સમાધાન– બંને રીતે વિચારી શકાય. ઉત્તરાધ્યય સૂત્રના ર૬મા અધ્યયનની (૫૧મી ગાથાની) ટીકામાં બીજી રીત(=શંકામાં જણાવેલ બે રીતોમાંથી બીજી રીત) જણાવી છે. પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં પહેલી રીત જણાવી છે. આપણે ધર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાનો છે એ તદન સત્ય છે. આમ છતાં ભગવાને જે કર્યું હોય તેમાંથી આપણા માટે જે શક્ય હોય તે કરવાની આજ્ઞા છે. આથી બીજી રીત પ્રમાણે તપચિંતવન પણ જિનાજ્ઞા મુજબ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org