________________
૨૨૨
શંકા-સમાધાન तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥३१-७॥
જેમાં અશુભધ્યાન ન થાય, જેનાથી બીજી ધર્મક્રિયાઓને બાધા ન પહોંચે અથવા ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા અસમર્થ ન થાય, તે જ તપ કરવો જોઈએ.”
આ વિષે પંચવટુક ગ્રંથની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે- “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ પ્રકારના રસો ખવડાવી-પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઈએ. ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવો જોઈએ. જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.”
આનાથી એ નિશ્ચિત થાય છે કે લૂકોઝના બાટલા ચડાવી ચડાવીને મોટી તપસ્યા ચાલુ રાખવી એ યોગ્ય નથી. કેવળ તપ જ આત્મહિતનું સાધન નથી. તપ ઉપરાંત સ્વાધ્યાય, સેવા, પ્રભુભક્તિ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનેક યોગો આત્મહિતનું સાધન છે. તપ કરતાં કરતાં એટલી બધી અશક્તિ આવી જાય કે જેથી બીજા યોગો સિદાય તો તેવો તપ કરવો યોગ્ય નથી. પચ્ચકખાણ લેવાઈ ગયું હોય અને તકલીફ ઊભી થાય, તો હજી બાટલા વગેરે ચડાવીને તપ પૂરો કરવો, એ બરાબર ગણાય. પરંતુ ઉપવાસના પચ્ચકખાણ ન થયા હોય, તો આગળ વધવા આમ કરવું ઉચિત લાગતું નથી.
આ સામાન્યથી લખ્યું છે. વિશેષથી તો તેવા સંયોગોમાં ગીતાર્થ પૂજયશ્રીઓનું માર્ગદર્શન મેળવીને જે ઉચિત જણાય તે કરવું જોઈએ.
શંકા- ૫૧૯. બાહ્ય-અત્યંતર તપમાં કેવળ અનશન (ઉપવાસ વગેરે) તપ ઉપર જ કેમ વધુ ભાર મૂકાય છે ?
સમાધાન- સાધુઓ તે તે અવસરે બંને પ્રકારના તપનો ઉપદેશ આપે છે. પણ હકીકત એ છે કે, અત્યંતર સ્વાધ્યાય-તપમાં તીક્ષ્ણબુદ્ધિ, સ્મરણશક્તિ અને સમજશક્તિ વગેરેની જરૂર પડે છે. આવી શક્તિવાળા જીવો બહુ ઓછા હોય છે. એથી તેવા જીવો અત્યંતર તપને ગૌણ બનાવીને બાહ્યતાને પ્રાધાન્ય આપે છે. આવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org