SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શંકા-સમાધાન સમાધાન- આવી પૂર્વ પરંપરાથી ચાલી આવતી આચરણા છે. આનું પણ કારણ એ હોઈ શકે કે, બુંદી થોડી કડક છે અને જલેબી થોડી નરમ છે એ જ રીતે ગુલાબજાંબુ પણ ચાસણીથી બનાવાયા હોવા છતાં બીજા દિવસે ખપી શકતા નથી. શંકા- ૫૧૨. ગુલાબજાંબુ તથા ઘારી (મીઠાઈ) બીજા દિવસે કહ્યું કે નહિ ? સમાધાન- ગુલાબજાંબુ તથા ઘારી તે દિવસે કહ્યું પણ બીજા દિવસે ન કલ્પ જો ઘારીમાં માવો શેકીને લાલચોળ કરીને નાંખ્યો હોય, તો ઘારી બીજા દિવસે કલ્પવામાં વાંધો જણાતો નથી. માવો લાલચોળ ન કર્યો હોય તો ઘારી બીજા દિવસને ન કલ્પ. શંકા- પ૧૩. પર્વતિથિએ સંઘના સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક બનાવી શકાય ? સમાધાન- ચૈત્ર-આસો માસની બે શાશ્વતી ઓળીઓ તથા દર માસની સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ આ પાંચ મોટી પર્વ તિથિઓ, આટલા દિવસોમાં સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક ન બનાવી શકાય તથા કાચાં-પાકાં કોઇપણ ફળો ન વાપરી શકાય. બાકીની બીજ વગેરે પર્વતિથિઓમાં જે સંઘમાં જેવો નિયમ હોય તેમ કરવું જોઇએ. શંકા- ૫૧૪. સીંગતેલનો વિગઈમાં સમાવેશ થતો નથી. તેથી આયંબિલ-નીલિમાં ગૃહસ્થોને રોટલી આદિમાં મોણ નાખવારૂપે ચાલી શકે ? સમાધાન– આયંબિલ-નીતિમાં લેપકૃત દ્રવ્યો ન વપરાય. સીંગતેલ લેપકૃત દ્રવ્ય છે. આથી ગૃહસ્થોને આયંબિલ-નીવિમાં રોટલી આદિમાં મોણ નાખવા રૂપે ન ચાલી શકે. તપ સંબંધી શંકા-સમાધાન શંકા- ૫૧૫. તપ ઉચ્ચરવા અંગેની વિધિ શી છે ? ચાલુ તપે તપ ઉચ્ચરવો જોઇએ કે પૂરો થયા બાદ ? તપ ઉચ્ચર્યા બાદ તપ પૂરો કરવો ફરજિયાત છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy