________________
શંકા-સમાધાન
૨૧૯ સમાધાન- ન વાપરી શકાય. કારણ કે એમાં કાચા પાણીનો અંશ રહી જતો હોવાની પૂરી શક્યતા છે.
શંકા- ૫૦૯. રાતે પાણીમાં રખાયેલ પદાર્થ અભક્ષ્ય ગણાય છે. એવું જાણવા મળેલ છે કે મમરા-પૌંઆ બનાવતી વેળાએ ચોખાને એક કે તેથી વધારે રાત સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. એવી જ રીતે કાજુને પણ રાતે પલાળી રાખવામાં આવે છે. આથી મમરા-પૌંઆ-કાજુ વાપરવામાં દોષ લાગે ?
સમાધાન– અભક્ષ્ય વસ્તુ ખાવામાં દોષ લાગે. કોઈ વસ્તુ રાતે પાણીમાં રાખવા માત્રથી અભક્ષ્ય બને એવું નથી. જો રાતે પાણીમાં રાખવાથી તેમાં અંકુરા ફૂટે તો તે વસ્તુ અભક્ષ્ય બને. શાસ્ત્રમાં ૨૨ પ્રકારના અભક્ષ્ય જણાવ્યા છે. તેમાં અનંતકાયનો પણ સમાવેશ થાય છે. અનંતકાયના ૩૨ ભેદ છે. તેમાં વિરૂઢ નામનો એક ભેદ છે. વિરૂઢ એટલે કઠોળ વગેરેમાંથી નીકળતા અંકુરા, ચણા, મગ વગેરેને રાતે પલાળી રાખવાથી તેમાં અંકુર ફૂટે છે. આ અંકુરા અનંતકાય સ્વરૂપ છે. આથી રાત્રે પલાળવાથી જેમાં અંકુરા-ફણગા ફૂટ્યા છે તેવા મગ વગેરે ખાનારને બટાકાનું શાક ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ લાગે. ચોખાને અને કાજુને રાતે પલાળવાથી અંકુરા ફુટતા નથી, એવું જાણવામાં આવ્યું છે. કઠોળ વગેરેને રાત્રે પલાળવાથી અંકુરા ફૂટે છે, તેથી રાત્રે પલાળેલ કઠોળ અભક્ષ્ય ગણાય.
શંકા- ૫૧૦. બુંદી બનાવ્યા પછી તેના લાડવા વાળવા માટે હાથ પાણીવાળા કરીને લાડવા વાળે, તો તેવા બુંદીના લાડવા બીજા દિવસે ખપે ?
સમાધાન ન ખપે. કારણ કે પાણીનો અંશ આવવાના કારણે તે લાડવા બીજા દિવસે ન ખપે. સર્વસામાન્ય એવો નિયમ છે કે જે વસ્તુમાં પાણીનો અંશ આવે તેવી વસ્તુ બીજા દિવસે વાસી ગણાય.
શંકા- ૫૧૧. બુંદી અને જલેબી બંને ચાસણીથી બનાવવામાં આવતા હોવા છતાં બુંદી બીજા દિવસે ખપી શકે છે અને જલેબી ખપી શકતી નથી તેનું શું કારણ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org