________________
૧૯૦
શંકા-સમાધાન
ફળ અચિત્ત બને. છતાં કોઇ જીવના આત્મપ્રદેશો તેમાં રહ્યાં હોય એવી સંભાવનાથી ફળને કાપીને ઠળિયા વગેરેને કાઢ્યા પછી ૪૮ મિનિટ બાદ ફળનો ઉપયોગ કરવાનો વ્યવહાર છે. ઠળિયો-ગોટલોગોટલી કાઢી લીધા તે ફળ અચિત્ત થઇ જાય-તેમાંથી જીવ આવી જાય પણ કોઇ જીવના આત્મપ્રદેશો તેમાં રહ્યા હોય એ દૃષ્ટિએ અચિત્ત ત્યાગી બે ઘડી બાદ તે ફળનો ઉપયોગ કરી શકે તેવો વ્યવહાર છે. બે ઘડી પહેલાં મિશ્ર ગણાય.
કાચાં ફળો અને લીલોતરી તો પ્રબળ અગ્નિ કે પ્રબળ લૂણ(મીઠા)ના સંસ્કાર વિના અચિત્ત ન થાય, કાપવા માત્રથી અચિત્ત ન થાય, કિંતુ પ્રબળ અગ્નિ કે પ્રબળ લૂણનો સંસ્કાર થાય તો જ અચિત્ત થાય. જેમ કે શાકને રાંધવાથી અચિત્ત થાય. કોથમીરને મીઠા સાથે વાટવાથી બે ઘડી બાદ અચિત્ત થાય.
શંકા- ૪૦૨. લીલા નાળિયેર (તરાપા)ને ઉપરથી કાપ્યા પછી પાણી અંદર રહેલું હોય તો સચિત્ત રહે કે અચિત્ત ?
સમાધાન– લીલા નાળિયેરને ઉપરથી કાપ્યા પછી(=ઉપરનું ટોપકું કાઢ્યા પછી) પાણી અંદર રહેલું હોય તો પણ તે પાણી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય, તે પહેલાં મિશ્ર ગણાય.
શંકા- ૪૦૩. મીઠું અચિત્ત કેવી રીતે બને ?
સમાધાન– મીઠું પૃથ્વીકાયના જીવોના શરીરનો અતિ સૂક્ષ્મ જથ્થો છે. તેથી ચક્રવર્તીની દાસી વજ્રની નિશા (વાટવાના પથ્થર) ઉપ૨ વજ્રના વાટાથી એકવીસ વાર ચૂરે છતાં મીઠાના કેટલાક જીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને વાટાનો સ્પર્શ પણ થતો નથી. આથી મીઠું વાટવાથી ગમે તેટલું વાટવા છતાં અચિત્ત ન થાય. મીઠું અગ્નિના પ્રબળ સંસ્કારથી જ અચિત્ત થાય. તે આ પ્રમાણે
માટીના ઘડામાં મીઠું ભરીને તે ઘડાને અત્યંત પેક કરીને કુંભારના નિભાડાની અંદર કે કંદોઇની ભઠ્ઠીમાં મૂકવામાં આવે. આનાથી મીઠું ઓગળીને પાણી થઇ જાય. પછી તે ઠરે ત્યારે મીઠું અચિત્ત ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org