________________
શંકા-સમાધાન
૧૮૯ આ ગાથામાં બહુ કાંટાવાળી વસ્તુ ખાવાનો નિષેધ કર્યો છે. વળી તારગોલા માદક છે. તેથી એ પણ કેવી રીતે વપરાય ?
સમાધાન | સરીરે પણ નીવો એ ગાથા પ્રત્યેક વનસ્પતિકાયનું લક્ષણ જણાવવા માટે છે. જે વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. આ વાત સામાન્યથી છે. વિશેષથી વિચારવામાં આવે તો પન્નવણા સૂત્રમાં એક શરીરમાં એકબે-ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો રહેલા હોય તે બધાય પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય એમ જણાવ્યું છે. તે જ રીતે કોઇક ફળમાં જીવ ન પણ હોય, જેમ કે કેળામાં જીવ નથી. દરેક વનસ્પતિમાં ફળમાં જીવ હોય જ એવો નિયમ નથી. દશવૈકાલિકના વીમા, મૂન વીમા, પોર વીના, વંધ વીમા એ પાઠના આધારે કરંટ વગેરે કોઈક વનસ્પતિમાં અગ્રભાગમાં બીજ હોય, કમળ વગેરે કોઇકના મૂળમાં બીજ હોય, શેરડી વગેરે કોઈકના પર્વમાં બીજ હોય તો વડ વગેરે કોઇકના સ્કંધમાં બીજ હોય.
જેમ કેળામાં જીવ નથી, તેમ તારગોળામાં અને અનાનસમાં જીવ નથી. વહુદ્દિગં એ ગાથા પણ અહીં લાગુ પડતી નથી. કારણ કે તારગોળા અને અનાનસમાં ઘણા અસ્થિ કે ઘણા કાંટા હોતા નથી. જો કે અનાનસના ફળમાં છાલમાં ઘણા કાંટા હોય છે પણ તે છાલ ખાવાના ઉપયોગમાં આવતી નથી. અંદર રહેલ ગર્ભ જ ખવાય છે અને તેમાં બીજ હોતું નથી. તારગોલા જરા પણ માદક નથી. તારગોલા જે વૃક્ષમાં થાય છે તે તાડવૃક્ષના થડમાંથી નીકળતો રસ(નીરો) માદક બને છે પણ તારગોલા માદક બનતા નથી.
શંકા- ૪૦૧. કોઈ પણ ફળ-લીલોતરી આદિને એકાદ વ્યાઘાત પહોંચે તો જીવો વે કે ઘણા વ્યાઘાતથી ચ્યવે ? અર્થાત્ ચપ્પ આદિથી એક ચીરો મૂકે તો જીવો અવે કે ઘણા ચીરા મૂકે તો વે?
સમાધાન- પાકા ફળોમાં એક વ્યાઘાતથી પણ ફળના બે ટુકડા થવાથી પણ જીવ ચ્યવી જાય પણ તેના ગોટલો-ગોટલી-ઠળિયામાં જીવ રહે. તેથી ગોટલી-ગોટલો-ઠળિયાથી અલગ થયા બાદ કાપેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org