________________
૧૭૬
શંકા-સમાધાન
આથી તત્કાલીન ગીતાર્થોએ એનો રાઇપ્રતિક્રમણની વિધિમાં સમાવેશ કર્યો. ત્યાર પછીના ગીતાર્થોએ પણ તેને અપનાવી લીધું. આથી સુવિહિતોની આચરણાથી સકલતીર્થ રાઇપ્રતિક્રમણમાં બોલવામાં આવે છે. શ્રી જીવવિજયજી મહારાજ વિક્રમની અઢારમી સદીના પાછળના ભાગમાં અને ઓગણીસમી સદીના આગલા ભાગમાં થયા છે. તેમણે પ્રજ્ઞાપનાસૂત્ર, જંબુદ્રીપપ્રશિષ્ઠ અને જીવવિચાર ઉપર બાલાવબોધની રચના કરી છે. તથા છ કર્મગ્રંથ ઉપર ગુજરાતીમાં ટબ્બાઓ રચેલા છે. આનાથી જણાય છે કે તેઓ મહાવિદ્વાન હતા. શંકા— ૩૭૮. રાઇપ્રતિક્રમણમાં છેલ્લે શ્રી સીમંધરસ્વામી અને શ્રી શત્રુંજયના ચૈત્યવંદનમાં કેટલા દુહા બોલીને ખમાસમણાં આપવા ?
સમાધાન– એક દુહો બોલીને એક ખમાસમણ આપવું. એમાં ઓછામાં ઓછા ત્રણ દુહા બોલવા જોઇએ એવી વર્તમાનમાં આચરણા છે. ભાવના-ઉલ્લાસ પ્રમાણે ત્રણથી વધારે દુહા બોલવામાં વાંધો નથી પણ ઓછામાં ઓછા ત્રણ દુહા બોલીને ત્રણ ખમાસમણાં આપવા જોઇએ.
શંકા- ૩૭૯. સાંજના પ્રતિક્રમણમાં કોઇ શ્રાવક પચ્ચક્ખાણ ન કરતા હોય તો એમના બોલેલા સૂત્રોના આદેશ બીજાઓને કામ આવે ? બીજાઓને ચાલે ?
સમાધાન– પચ્ચક્ખાણ વગર પ્રતિક્રમણ કરાય નહિ. પ્રતિક્રમણ એટલે છ આવશ્યક. છ આવશ્યકમાં એક પચ્ચક્ખાણ આવશ્યક છે. આથી પચ્ચક્ખાણ વિના છ આવશ્યક પૂર્ણ ન થાય. શારીરિક કારણે દવા લેવી પડતી હોય અને તે દવા દુવિહારમાં લઇ શકાય તેવી હોય તો દુવિહારનું પણ પચ્ચક્ખાણ તો કરવું જોઇએ. શારીરિક કારણે દુવિહારનું પણ પચ્ચક્ખાણ થઇ શકે તેમ ન હોય અને વર્ષોથી પ્રતિક્રમણ કરતા હોય અને કોઇ પણ સંયોગોમાં પ્રતિક્રમણ ન છોડવું એવી પ્રબળ ભાવનાવાળા શ્રાવક ધારણાભિગ્રહનું પચ્ચક્ખાણ લઇ શકે. ધારણાભિગ્રહનું પચ્ચક્ખાણ તો બહુ બીમાર શ્રાવક લઇ શકે. જે શ્રાવક બીમાર ન હોય અને બેદરકારી વગેરેના કારણે રાતે ભોજન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org