________________
શંકા-સમાધાન
૧૭પ
સમાધાન થઈ શકે. જે શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ પ્રતિક્રમણ કરતા હોય પણ આવા સંયોગોમાં કરેમિ ભંતે ઉચ્ચારી શકાય તેમ ન હોય તેથી તે શ્રાવકો કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના પ્રતિક્રમણની સામાયિક લેવા-પારવા સિવાયની બધી ક્રિયા કરી શકે છે. એ રીતે પણ પશ્ચાત્તાપ દ્વારા પ્રતિક્રમણનો હેતુ સિદ્ધ થાય છે. પરંતુ જેને છ આવશ્યક કરવાનો નિયમ હોય, એ આ રીતે પ્રતિક્રમણથી સંતોષ માની શકે નહિ. આ રીતે પ્રતિક્રમણ કર્યું હોય, તો પ્રતિક્રમણ રહી ગયાનું પ્રાયશ્ચિત્ત એણે લેવું જોઈએ.
શંકા- ૩૭૬. ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય કે નહિ ?
સમાધાન- ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ ન સમજાવી શકાય. એનાથી અવિધિ થાય. શ્રાવકોને પ્રતિક્રમણ કરવાની ભાવના થાય અને ઉલ્લાસથી પ્રતિક્રમણ કરે એ માટે વ્યાખ્યાનમાં ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય.
સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્યારેક ઉપાશ્રયમાં ન આવનારા પણ આવતા હોય છે. એમને વાંદણા કેમ આપવા અને મુહપત્તિનું પડિલેહણ કેમ કરવું વગેરેનો જરાય ખ્યાલ હોતો નથી. આથી એવા લોકોને વાંદણા આદિની વિધિનું અને એના રહસ્યનું જ્ઞાન થાય એ માટે પ્રતિક્રમણ શરૂ થયા પહેલા સમજ આપવી જરૂરી ગણાય. તેમ કરવામાં કોઈ દોષ નથી, બલ્ક લાભ છે. પણ પ્રતિક્રમણ શરૂ થયા પછી વચ્ચે સમજાવવાથી અવિધિ થાય.
શંકા- ૩૭૭. શ્રી જીવવિજયજી મહારાજે સકલતીર્થની રચના શા માટે કરી અને રાઈ પ્રતિક્રમણની વિધિમાં તેનો ઉમેરો શા કારણે થયો ? તથા શ્રી જીવવિજયજી મહારાજ ક્યારે થઈ ગયા ?
સમાધાન- વિચારતાં જણાય છે કે શ્રી જીવવિજયજી મહારાજે ભક્તિભાવથી પ્રાચીન ગાથાઓના આધારે સકલતીર્થની રચના કરી હતી. એ રચના પ્રભુને વંદન કરવામાં ભાવોલ્લાસ જગાડનારી બની.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org