________________
શંકા-સમાધાન
૧૭૩
આદિના કારણે તેમ ન બની શકે તો શું કરવું ? અહીં અપવાદ બતાવતા કહ્યું છે કે, પોતાની આજીવિકામાં વિરોધ ન આવે તે રીતે જે કાળ અનુકૂળ હોય તે કાળે પુષ્પાદિ પૂજા કરે.
સંધ્યાકાળની પૂજાનો વિધિ જણાવતાં ધર્મસંગ્રહમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં દીપકપૂજા-ધૂપપૂજાથી ત્રીજી જિનપૂજા કરે. આનો અર્થ એ થયો કે સૂર્યાસ્ત પછી કોઈ પણ પ્રકારની પૂજા ન થાય. પૂજાનો આ વિધિ જોતાં સ્પષ્ટ થાય છે કે ઉત્સર્ગથી તો સૂર્યાસ્ત બાદ જિનમંદિર બંધ કરી દેવું જોઇએ પણ જેઓ સૂર્યાસ્ત પહેલાં દર્શનપૂજન ન કરી શકે તેઓ શું કરે ? આ અંગે આચારોપદેશ ગ્રંથમાં કહ્યું છે કે “શ્રાવક દૈવસિક પ્રતિક્રમણ કરી લીધા પછી વસ્ત્રથી મુખ ઢાંકીને મૌનપણે ગુરુભગવંતની સેવા કરે. ત્યારબાદ દેરાસરમાં દર્શન-વંદન કરીને પોતાના ઘરે જાય.” પ.પૂ.આ.શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે આ પાઠનું સમર્થન કર્યું છે. વર્તમાનકાળમાં પણ અનેક આચાર્યો આ પાઠનું સમર્થન કરે છે.
આ અંગે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છેપ્રશ્ન- દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિતર તો થતી નથી. તો તે કરવું કે નહિ?
ઉત્તર– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત-ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪-૯૨૩) જો દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ થતો હોય તો જેઓ સૂર્યાસ્ત પહેલાં દર્શન-પૂજન ન કરી શકે તેમને સૂર્યાસ્ત બાદ પણ દર્શન કરવામાં સમ્યગ્દર્શનની શુદ્ધિ થતી હોય તો લાભ કેમ ન થાય? જરૂર લાભ થાય. વર્તમાનમાં સૂર્યાસ્ત પહેલાં દર્શન-પૂજન કરવા બહુ જ અલ્પ શ્રાવકો જઈ શકે છે. મોટા ભાગના શ્રાવકો તેમના ધંધા આદિના કારણે રાતે જ દર્શન કરવા જઈ શકતા હોય છે. આવા સંયોગોમાં “સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શન કરવા ન જવું જોઈએ, મંદિર બંધ કરવું જોઇએ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org