________________
૧૭૨
શંકા-સમાધાન સમાધાન– જો પાંચમની થાય આવડતી હોય તો સંસ્કૃત જ બોલવી એવો નિયમ નથી. ગુજરાતી હોય પણ ચાલે. બાકી સંસ્કૃત થોય બોલાય તો વધુ સારું.
શંકા- ૩૭૧. આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની થોય જ બોલવી પડે ? કે બીજી બોલે તો ચાલે ?
સમાધાન- આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની સ્તુતિ બોલવી જોઈએ. બીજી બોલે તો ન ચાલે. પણ આઠમના દિવસે સાધુ-સાધ્વીજીઓ વિહાર કરીને આવ્યા હોય તો એ માંગલિક પ્રતિક્રમણમાં “કલ્યાણકંદ થાય બોલવાની આચરણા છે.
શંકા- ૩૭૨. પ્રતિક્રમણ એ છ આવશ્યક રૂપ છે, તો પુફખરવર દીવઢ અને સિદ્ધાણં બુદ્ધાણે એ સૂત્ર કયા આવશ્યકમાં ગણાય?
સમાધાન- આ સૂત્રોનો કાયોત્સર્ગ આવશ્યકમાં સમાવેશ થાય છે એમ જણાય છે (એનપ્રશ્ન ઉલ્લાસ ૧. પ્ર.૩)
શંકા- ૩૭૩. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી દહેરાસરમાં જિનદર્શન કરવા જવાય કે નહિ ?
સમાધાન- મૂળવિધિ તો સાંજે જિનદર્શન-વંદન કર્યા બાદ પ્રતિક્રમણ કરવાની છે. આમ છતાં કોઈ કારણથી પ્રતિક્રમણ પહેલાં જિનદર્શન ન કર્યા હોય તો અપવાદથી પ્રતિક્રમણ પછી પણ જિનદર્શન કરી શકાય.
શાસ્ત્રમાં કોઈ વિધાન ઉત્સર્ગથી હોય છે, તો કોઈ વિધાન અપવાદથી હોય છે. શ્રાવકો માટે જિનપૂજાનું વિધાન ઉત્સર્ગથી આ પ્રમાણે છે- શ્રાવકે સવાર-બપોર-સાંજ એમ ત્રિકાળ પૂજા કરવી જોઇએ. તેમાં સવારે વાસક્ષેપ પૂજા, બપોરે (મધ્યાહ્નકાળ) અષ્ટપ્રકારી પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા કરવી જોઇએ. જેનાથી આ રીતે ત્રિકાળ પૂજા ન થઈ શકે તો શું કરવું ? આ અંગે અપવાદ બતાવતાં ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “ત્રણ વખત પૂજા ન થઈ શકે તો બે વખત અને છેવટે એક વખત પણ પૂજા કરે.” ઉત્સર્ગથી તો અષ્ટપ્રકારી પૂજા મધ્યાલે કરવાનું વિધાન છે. ધંધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org