________________
શંકા-સમાધાન
શંકા— ૨૮૮. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ આદિ પૂર્વાચાર્યો તપપૂર્વક સરસ્વતી દેવીનો જાપ કરીને જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ પામ્યા, જ્ઞાન આત્માનો ગુણ છે. આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમ સરસ્વતી દેવીની ઉપાસનાથી કેવી રીતે સાધી શકાય ? આ રીતે અન્યની ઉપાસનાથી મળતું જ્ઞાન ક્ષયોપશમથી મળે છે કે દૈવી શક્તિથી મળે છે ? આ સાધના સાધકે કઇ અપેક્ષાએ અને કઇ ભૂમિકાએ આચરવી ? કે હાલ ન આચરવી ?
સમાધાન– આ પ્રશ્નના સમાધાન માટે સર્વપ્રથમ “કોઇ પણ કર્મનો ઉદય કે ક્ષયોપશમ વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તને પામીને થાય છે તે સમજવું જોઇએ. આ પ્રમાણે—
દ્રવ્ય– બ્રાહ્મી વગેરે ઔષધના સેવનથી બુદ્ધિ વધે છે=જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધે છે. મદિરા વગેરેના સેવનથી બુદ્ધિનો નાશ થાય છે=જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સ્થગિત થાય છે. ઔષધ અને પથ્ય આહા૨થી શરીરમાંથી બિમારી દૂર થાય છે=સાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. અપથ્ય આહારથી શરીરમાં બિમારી આવે છે=અસાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. આ દ્રવ્યની અસર છે.
ક્ષેત્ર” શુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત સારી થાય છે=સાતાવેદનીય કર્મનો ઉદય થાય છે, અશુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત બગડે છે=અસાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. આ ક્ષેત્રની અસર છે.
કાળ– શિયાળામાં શરીરમાં વધારે જોમ આવે છે=વીર્યંતરાયનો ક્ષયોપશમ વિશેષ થાય છે. ઉનાળામાં શરીર થોડું શિથિલ બને છે. શિયાળામાં ભૂખ વધે છે=ક્ષુધાવેદનીયનો વિશેષ ઉદય થાય છે. આ કાળની અસર છે.
૧૩૪
ભાવ- ક્રોધભાવમાં ભોજન ક૨વાથી આહારનું અજીર્ણ થાય અને એથી અસાતાનો ઉદય થાય. પ્રસન્ન અવસ્થામાં ભોજન કરવાથી આહા૨નું બરોબર પાચન થાય અને એથી સાતાનો ઉદય થાય. આ ભાવની અસ૨ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org