SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૩૩ શાંતિ થાય. આજે વ્યક્તિઓમાં પાપો એટલા બધા વધી ગયા છે કે જેથી વિશ્વમાં અશાંતિ ફેલાય છે. બીજી વાત. જે પોતે જ શાંત નથી તે બીજાને શાંત કેવી રીતે કરી શકે ? દરિદ્ર માણસ બીજાને શ્રીમંત ન જ બનાવી શકે. માટે કોઈ પણ ધર્માનુષ્ઠાન સ્વશાંતિ માટે કરવા જોઇએ કે કરાવવા જોઈએ. વિશ્વશાંતિ માટે નહિ. પૂર્વે કહ્યું તેમ વિશ્વશાંતિનું મૂળ વ્યક્તિશાંતિ છે માટે જ જૈનશાસન વિશ્વશાંતિ ઉપર ભાર આપતું નથી. કિંતુ વ્યક્તિશાંતિ ઉપર ભાર આપે છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ વ્યક્તિશાંતિ વિના વિશ્વશાંતિ ન હોય. શંકા- ૨૮૭. કોઈ પણ સમુદાયના મહારાજના ઘરે પગલા કરાવવા માટેનું પ્રયોજન શું છે? ધાર્મિક આરાધના સિવાયના પ્રસંગે ફેકટરી, દુકાન કે ઘેર પગલાં કરાવવામાં કયા પ્રકારની પુણ્યની વિગત છે ? સમાધાન- મોટા ભાગના મનુષ્યો સંસારસુખના રાગી હોય છે. કેવળ શ્રાવકકુળમાં જન્મ પામવાના કારણે જ શ્રાવક કહેવાતા જૈનો પણ સંસારસુખના રાગી હોઈ શકે છે. આવા શ્રાવકો પોતાના ઘરે સાધુઓના પગલાં કરાવે, ત્યારે સાધુઓના પગલાથી કોઈ આપત્તિ આવે નહિ અને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવો આશય મોટા ભાગે રહેલો હોય છે. દુકાનમાં કે ફેકટરી વગેરે સ્થળે પગલાં કરાવવામાં પણ કમાણી સારી થાય ઇત્યાદિ આશય મોટા ભાગે રહેલો હોય છે. આવા આશયથી ઘર વગેરે સ્થળે સાધુઓના પગલાં કરાવવા એ ધર્મસ્વરૂપ નથી. કેટલાક એવા પણ શ્રાવકો હોય છે કે, જેઓ એમ માનતા હોય છે કે, આપણા ઘરે સાધુઓના પગલાં થાય તો ઘર પવિત્ર બને અને આપણી ધર્મભાવના વધે. આવી ભાવનાવાળા શ્રાવકો સાધુઓના પગલાં પોતાનાં ઘરે કરાવે એ ધર્મ સ્વરૂપ ગણાય. સાધુઓ ધાર્મિક પ્રસંગ વિના દુકાન કે ફેકટરી વગેરેમાં પગલાં કરવા માટે જાય એ યોગ્ય જણાતું નથી. ઘરમાં પણ વિશિષ્ટ કારણ વિના સાધુઓ પગલાં કરવા જાય એ પણ યોગ્ય જણાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy