________________
શંકા-સમાધાન
૧૨૩ સમાધાન- ધર્મફળના અનંતર અને પરંપર એમ બે પ્રકાર છે. અનંતર એટલે તરત મળનાર. પરંપર એટલે વિલંબે મળનાર. જે ફળ આ ભવમાં જ મળે તે અનંતર. જે ફળ આવતા ભવમાં મળે તે પરંપર. સાચા ધર્મીને બંને ફળો અવશ્ય મળે. એટલે ધર્મનું ફળ આવતા ભવમાં જ મળે, આ ભવમાં મળે જ નહિ એ વાત તદ્દન ખોટી છે. ધર્મનું ફળ આ ભવમાં અવશ્ય મળે અને આવતા ભવમાં પણ મળે. નોકરી કરનારને દર મહિને પગાર મળતો જાય અને દિવાળીમાં બોનસ પણ મળે. આવું જ ધર્મના ફળમાં પણ બને છે. આ ભવમાં ધર્મનું ફળ મળે તે નોકરને દર મહિને પગાર મળવા સમાન છે. ભવાંતરમાં ફળ મળે તે બોનસ સમાન છે. પગાર અને બોનસ એ બેમાં મુખ્યતા કોની? પગારની જ મુખ્યતા ગણાય. તેમ અહીં આ ભવમાં જ મળતા ફળની મુખ્યતા ગણાય.
ધર્મનું અનંતર ફળ– વ્યવહારમાં કેટલાંક કાયો તરત ફળ આપે છે. જ્યારે કેટલાંક કાર્યો કાલાંતરે ફળ આપે છે. સ્વીચ દબાવતાની સાથે જ ઘરમાં વીજળીનો પ્રકાશ થાય છે. ખોરાક ખાધો કે તરત તૃપ્તિ મળે છે પણ બીજ વાવતાંની સાથે જ તેનું ફળ મળી જતું નથી. તેનું ફળ કાળાંતરે જ મળે છે. ધર્મ માટે તેવું નથી. ધર્મથી અવશ્ય તરત ફળ મળે છે અને કાળાંતરે નવું ફળ મળે છે. ધર્મથી તરત મળતા ફળને શાસ્ત્રમાં અનંતર ફળ તરીકે અને કાળાંતરે મળતા ફળને પરંપર ફળ તરીકે ઓળખાવેલ છે. અનંતર ફળો ત્રણ છે- (૧) રાગાદિ દોષોની હાનિ. (૨) ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ. (૩) લોકપ્રેમ. જયાં સુધી દોષોની હાનિ (ઘટાડો) ન થાય ત્યાં સુધી ગુણોની વૃદ્ધિ ન થાય. ગુણો આત્મામાં રહેલા જ છે, એ ગુણો કંઈ બહારથી લાવવાના નથી. રાગાદિ દોષોને કારણે એ દબાઈ ગયેલા છે. એટલે જેમ જેમ રાગાદિ દોષો ઘટતા જાય તેમ તેમ ઉદારતાદિ ગુણો વધતા જાય. આથી અહીં પહેલાં રાગાદિ દોષોની હાનિ કહી, પછી ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ કહી. જેનામાં રાગાદિ દોષો મંદ હોય અને ઉદારતાદિ ગુણો પ્રબળ હોય તે પ્રાય:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org