________________
૧ ૨૨
શંકા-સમાધાન
ભગવતી સૂત્રમાં પાંચ પદોનો જે ઉલ્લેખ છે તે નવકાર સ્વરૂપે નથી, કિંતુ ભગવતી સૂત્રમાં પ્રારંભમાં મંગલ કરવા માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા માટે છે, માટે તેની સાથે ચૂલિકા ન હોય.
શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં ચૂલિકા સહિત નવકારનો ઉલ્લેખ છે.
શંકા- ૨૭૪. નમસ્કાર મહામંત્ર સર્વ પાપોનો નાશ કરે છે, તો કોના સર્વ પાપોનો નાશ કરે છે ?
સમાધાન- જે જીવ ભાવથી નમસ્કાર મહામંત્રનું ચિંતન-મનન કરે છે, એકાગ્રચિત્તે જાપ કરે છે તે જીવના સર્વ પાપોનો નાશ કરે છે.
શંકા- ૨૭૫. નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં નવકારનું ચિંતન કરવાનું ન કહેતાં લોગસ્સનું ચિંતન કરવાનું કેમ કહ્યું?
સમાધાન– નમસ્કાર મહામંત્રમાં સર્વ પ્રથમ અરિહંત છે. લોગસ્સ સૂત્રમાં નામના ઉચ્ચારણ પૂર્વક અરિહંતોને જ નમસ્કાર કરવામાં આવ્યો છે તથા નમસ્કાર મહામંત્રમાં નામ વિના સર્વ સામાન્ય અરિહંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. લોગસ્સસૂત્રમાં આ અવસર્પિણીમાં નજીકના ઉપકારી ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવામાં આવ્યો છે. એ અપેક્ષાએ નમસ્કાર મહામંત્ર કરતાં લોગસ્સ સૂત્રની પ્રધાનતા ગણાય. આથી કાયોત્સર્ગમાં મોટા ભાગે લોગસ્સ ગણવાનું વિધાન છે.
શંકા- ૨૭૬. નવપદનો જઘન્યથી જાપ (ગણણું) તેર હજાર થાય, તે કેવી રીતે ?
સમાધાન– અરિહંતાદિ પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ, દર્શન પદના ૧૦ ભેદ, જ્ઞાનના પાંચ ભેદ, ચારિત્રના પાંચ ભેદ અને તપના બે ભેદ એમ (૧૦૮+૧૦+૫+૫+૨=૧૩૦) ૧૩૦ ભેદ થાય છે. દરેક ભેદની એક એક નવકારવાળી ગણવાથી ૧૩૦x૧૦૦=૧૩000 નો નવપદનો જઘન્ય જાપ થાય છે.
ધર્મ સંબંધી શંકા-સમાધાન શંકા- ર૭૭. ધર્મનું ફળ માત્ર પરલોકમાં જ મળે કે આ લોકમાં પણ મળે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org