________________
શંકા-સમાધાન
૯૯
શંકા- ર૩૧. મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન શ્રી સીમંધરસ્વામીને આપણી દયા નહિ આવતી હોય ? જેથી અહીં થઈ રહેલા પાપોથી અટકાવવા દેવ-દેવીઓને મોકલતા નથી.
સમાધાન– પ્રશ્નકારે જૈન ગીતાર્થ સાધુની પાસે જઈને અરિહંતદેવનું વિસ્તારથી સ્વરૂપ સમજવાની જરૂર છે. જેથી આવો પ્રશ્ન જ ન થાય. અહીં શંકા-સમાધાનમાં વધુ વિસ્તારથી લખી શકાય નહિ. સંક્ષેપથી સમાધાન આ પ્રમાણે છે- અરિહંત દેવોને સંસારના જીવો ઉપર જેટલી દયા(કકરુણા) હોય છે તેટલી દયા બીજા કોઈ જીવોને હોતી નથી. દયાના કારણે જ તેઓ અરિહંત બને છે. એ દરરોજ બે પ્રહર ધર્મદેશના આપીને જગતના જીવોનું કલ્યાણ કરે છે. આપણે એટલું સમજી લેવું જોઇએ કે પરાણે બળજબરીથી જીવોને પાપથી અટકાવી શકાતા નથી કે ધર્મ કરાવી શકાતો નથી. શ્રેણિક મહારાજાએ રોજ પાંચસો પાડાને મારનાર કાલસૌકરિકને હિંસાનો ધંધો છોડી દેવા સમજાવ્યો છતાં તે ન સમજ્યો. આથી એક દિવસ તો પાપથી અટકે, એવી બુદ્ધિથી અંધારા કૂવામાં પૂરી રાખ્યો. છતાં તેણે એવા કૂવામાં પણ માટીના પાંચસો પાડા બનાવીને તેની હિંસા કરી. શ્રેણિક મહારાજાએ કપિલાદાસીને સાધુને દાન આપવાનું કહ્યું, તો તેણે દાન આપવાની સ્પષ્ટ ના પાડી. આથી શ્રેણિક મહારાજાએ તેનો હાથ પકડીને દાન અપાવ્યું. આ વખતે કપિલાદાસી બોલી કે હું દાન નથી આપતી, કિંતુ આ હાથ દાન આપે છે. આમ તેણે ભાવથી દાન ન કર્યું. જે પાપ કે પુણ્ય ભાવથી રસથી કરવામાં આવે, તે જ ફળ આપે. ભાવ વિના કરેલું પાપ કે પુણ્ય ફળ આપતું નથી. સંસાર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. તે સમજીને સ્વહિત કરવામાં તત્પર બનવું જોઈએ. જેથી દુઃખથી સર્વથા મુક્ત બની જઈએ.
શંકા– ૨૩૨. સમવસરણમાં પરમાત્મા દેશના યોગમુદ્રાએ આપે છે તેમ ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૮૪માં જણાવ્યું છે. જયારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org