________________
૯૮
શંકા-સમાધાન સમાધાન– આ બધું તીર્થકર નામકર્મના પ્રભાવથી બને છે. જો કે તીર્થંકર નામકર્મનો રસોદય તો કેવળજ્ઞાન થયા પછી હોય છે. એ પહેલાં પ્રદેશોદય હોય છે. આમ છતાં જેમ સૂર્યોદય થવાને થોડીવાર હોય છતાં અજવાળું થઈ જાય છે તેમ તીર્થંકર નામકર્મનો રસોદય થાય તે પહેલાં માત્ર પ્રદેશોદયથી પણ આ બધું થવા માંડે છે.
શંકા- ૨૨૯. હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના કરાય ? સમાધાન- “હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના ઔદયિક ભાવથી ન કરાય, પણ ક્ષાયોપથમિક ભાવથી કરાય.
તીર્થંકરની દેવોએ કરેલી સમવસરણ અને નવ કમળ વગેરે ઋદ્ધિ જોઈને કે સાંભળીને તે ઋદ્ધિની ઇચ્છાવાળો થયેલો જીવ તીર્થંકર બનવાની પ્રાર્થના કરે તો તે પ્રાર્થના ઔદયિક ભાવની છે. આ પ્રાર્થના ઋદ્ધિ મેળવવાની ઇચ્છાથી થતી હોવાથી ઔદયિક ભાવવાળી છે. આથી જ દશાશ્રુતસ્કંધ અને ધ્યાનશતક વગેરે ગ્રંથોમાં તીર્થકર બનવાની આશંસાનો નિષેધ કર્યો છે.
તીર્થકર ભવ્ય જીવોના ધર્મ માટે થાય છે, તીર્થકર અનેક જીવોનું હિત કરનારા, અનુપમ સુખને ઉત્પન્ન કરનારા અને અપૂર્વ ચિંતામણિ સમાન છે. આથી તીર્થકરનું અનુષ્ઠાન(=તીર્થકરની દેશના વગેરે પ્રવૃત્તિ) હિતકર છે. આવા શુભ અધ્યવસાયવાળા જીવની તીર્થકરપણાની પ્રાર્થના ક્ષાયોપથમિક ભાવવાળી છે. કારણ કે આમાં બાહ્ય ઋદ્ધિ મેળવવાની ઇચ્છા નથી, કિંતુ પરહિત કરવાની ભાવના છે. (પંચા.૪ ગા.૩૯ વગેરે, કૂપદષ્ટાંત વિશદીકરણ ગ્રંથ ગા.૧૩).
શંકા- ૨૩૦. વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે ?
સમાધાન– વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે એવું મારા જાણવામાં આવ્યું નથી. બીજી બીજી વિજય પણ હોઈ શકે છે તથા કેટલીક વિગતો નિયત પણ હોય છે. તેથી ૨૦ વિહરમાન જિનની આ જ ચાર વિજય નિયત હોય એમ પણ સંભવે છે. તેથી તેવો પાઠ જાણ્યા વિના આમાં નિશ્ચિત જવાબ આપી શકાય નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org