________________
૯૨
શંકા-સમાધાન શંખેશ્વરનગરમાં જ સ્થાપી. સમય જતાં એ પ્રતિમા ભક્તોના વાંછિતોને પૂરવા લાગી. તુક્ક( મુસલમાન) રાજાઓ પણ તે પ્રતિમાનો મહોત્સવ કરવા લાગ્યા.
ઘણા કાળ સુધી આ પ્રતિમા પૂજાણી. પછી વિ.સં. ૧૧૫૫માં સજ્જન શેઠ અને દુર્જનશલ્ય રાજાએ મૂળસ્થાનથી એક માઈલ દૂર નવું જિનમંદિર કરાવીને તેમાં શંખેશ્વર પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી. ત્યારબાદ અઢારમી સદીના અંતમાં રાધનપુરના ધનાઢચ શ્રાવકોએ બે માળનું નવું મંદિર તૈયાર કરવા પ્રયત્ન કર્યો. પણ કાર્ય કરનારની ખામીના કારણે તેમ બની શક્યું નહિ. જેથી નીચલા ભૂમિગૃહ તરીકે તૈયાર કરેલા સ્થાનમાં જ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન છે.
શંકા- ૨૨૧. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તકે ફણા રાખવાનું શું કારણ છે ?
સમાધાન– મેઘમાળી દેવે પૂર્વભવના વેરના કારણે પાર્શ્વનાથ પ્રભુને ઉપદ્રવ કરવા જ્યાં પાર્શ્વનાથ પ્રભુ કાયોત્સર્ગમાં રહેલા હતાં, ત્યાં ભયંકર મેઘગર્જના સાથે મૂશળધાર વરસાદ વરસાવ્યો. આથી જયારે પાણી પ્રભુજીની નાસિકા સુધી આવ્યું, ત્યારે આ પ્રસંગ અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યો. આથી તે તરત પ્રભુની પાસે આવ્યો. પ્રભુને નમીને ધરણેન્દ્ર તેમના ચરણનીચે કમળના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળચાવાળું સુવર્ણકમળ વિકવ્યું. પછી પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુને મસ્તકે છત્ર કર્યું. ધરણેન્દ્રની આ પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે વર્તમાનમાં પાર્શ્વનાથ પ્રભુને મસ્તકે ફણા રાખવામાં આવે છે. ફણા રાખવાનું શાસ્ત્રમાં વિધાન ન હોવા છતાં ગીતાર્થોની આચરણાથી ફણા રાખવામાં આવે છે. ગીતાથની આચરણા પણ જિનાજ્ઞાસ્વરૂપ છે તથા પાર્શ્વનાથની દરેક પ્રતિમાના મસ્તકે ફણા રાખવી જ જોઈએ એવો નિયમ નથી. રાખે તો પણ બાધ નથી અને ન રાખે તો પણ વાંધો નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org