________________
શંકા-સમાધાન
૯૧ શ્રી પાર્શ્વનાથ જિનના ગણધર થઈને મોક્ષમાં જશો. આથી તે શ્રાવકે પોતાના ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બનાવીને પ્રતિષ્ઠા કરાવી. પછી ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યો. મૃત્યુ પામીને તે વૈમાનિક દેવ થયો. પ્રતિમાજીને ત્યાં લઈ આવ્યો. પછી એ પ્રતિમા સૂર્ય-ચંદ્ર વિમાનમાં ઘણા સમય સુધી રહી. પછી એ પ્રતિમા પાતાળમાં નાગલોકમાં ઘણા સમય સુધી રહી. બધા સ્થળે દેવોએ ભક્તિભાવથી પૂજી, આ અવસર્પિણીમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સંસારી અવસ્થામાં હતા ત્યારે જરાસંધ નામનો નવમો વાસુદેવ કૃષ્ણ મહારાજાની સાથે યુદ્ધ કરવા રાજગૃહી નગરીથી પશ્ચિમ દિશામાં ચાલ્યો. કૃષ્ણ વાસુદેવ પણ તેની સામે યુદ્ધ કરવા આવ્યા. ત્યાં અરિષ્ટનેમિકુમારે પાંચજન્ય શંખ પૂર્યો. તેથી ત્યાં શંખેશ્વર ગામ વસ્યું. શંખધ્વનિથી ક્ષોભ પામેલા જરાસંધ રાજાએ જરા નામના કુલદેવતાની આરાધના કરી. પછી તેણે આપેલી જરાવિદ્યાને કૃષ્ણના સંપૂર્ણ સૈન્ય ઉપર ફેરવી. આથી કૃષ્ણનું સઘળું સૈન્ય ખાંસી, શ્વાસ રોગથી પીડિત બન્યું. વ્યાકુળ થયેલા કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિકુમારને પૂછ્યું: હે ભગવંત ! સૈન્ય ઉપદ્રવથી રહિત કેવી રીતે થાય? અને મને જયલક્ષ્મી કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાને અવધિજ્ઞાનથી જોઈને કહ્યું: ભવિષ્યમાં થનારા પાર્શ્વનાથની પ્રતિમા પાતાળમાં નાગકુમારોથી પૂજાઈ રહી છે તે પ્રતિમા તમારા જિનમંદિરમાં પૂજો તો સૈન્ય ઉપદ્રવથી રહિત થાય અને જયલક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે અઠ્ઠમ તપ કરીને વિધિપૂર્વક નાગરાજની આરાધના કરી. આથી નાગરાજ પ્રત્યક્ષ થયા. અને પ્રતિમા અર્પણ કરી. કૃષ્ણ પછી મહોત્સવપૂર્વક તે પ્રતિમા પોતાના જિનમંદિરમાં સ્થાપી. વિધિપૂર્વક ત્રિકાળ તેની પૂજા કરવાનું શરૂ કર્યું. પછી તેનું ન્ડવણજળ સઘળા સૈન્ય ઉપર છાંટવામાં આવતાં સૈન્ય ઉપદ્રવથી મુક્ત બનીને સ્વસ્થ થયું. પછી યુદ્ધમાં જરાસંધનો પરાજય થયો અને શ્રીકૃષ્ણનો વિજય થયો. ત્યારથી આ પ્રતિમા ધરણેન્દ્ર અને પદ્માવતીના સાંનિધ્યવાળી થઇ. તે પ્રતિમા ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org