________________
૮૦
શંકા-સમાધાન
યાત્રામાં કા.સુ.૧૫ કે ચે.સુ.૧૫ એ બેમાંથી કોઈ એક પૂનમ આવે તે રીતે નવાણું યાત્રા શરૂ કરી શકાય.
સમાધાન– નવાણું યાત્રામાં કા.સુ.૧૫ કે ચૈ.સુ.૧૫ એ બેમાંથી કોઈ એક પૂનમ આપવી જોઈએ એવું કોઈ વિધાન શાસ્ત્રમાં નથી. આથી નવાણું યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરવામાં કોઈ દોષ નથી.
શંકા- ૨૦૭. કોઈ પહાડ ખરીદીને તેના ઉપર આદિનાથનું મંદિર બનાવીને એ પહાડને સિદ્ધાચલ કે શત્રુંજય એવું નામ આપવામાં આવે તો એ શું સિદ્ધાચલની આશાતના નથી ?
સમાધાન- આ રીતે સિદ્ધાચલ વગેરે નામ આપવામાં સિદ્ધાચલની આશાતના ગણાય. ક્યાં એ પવિત્ર સિદ્ધાચલ કે જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે અને એક સાથે ક્રોડોની સંખ્યામાં સિદ્ધ થયા છે, અને ક્યાં આ પહાડ. હા, એક વાત છે કે સિદ્ધાચલ સ્થાપના તીર્થ, શત્રુંજય સ્થાપના તીર્થ એમ સ્થાપના શબ્દ જોડે તો હજુ બહુ વાંધા જેવું જણાતું નથી. જેમ સાક્ષાત્ અરિહંતની પૂજા ન કરી શકનાર જીવ અરિહંતની સ્થાપના રૂપ મૂર્તિની પૂજા કરે છે તેમ સાક્ષાત્ શત્રુંજય તીર્થની યાત્રા ન કરી શકનાર જીવ સ્થાપના રૂપ શત્રુંજયની યાત્રા કરીને પણ કર્મનિર્જરા કે પુણ્યાનુબંધી પુણ્યનો ભાગીદાર બને.
શંકા- ૨૦૮. આજે મીની શત્રુંજય વગેરે નવા નવા તીર્થો ઊભા થઈ રહ્યા છે અને એમ કહેવામાં આવે છે કે- “તમે શત્રુંજય ન જઈ શકો, તો અહીં જાવ તો પણ એટલું જ પુણ્ય મળે” આમ કહેવું તે બરોબર છે ?
સમાધાન- નિશ્ચયનયથી તો પોતપોતાના ભાવ પ્રમાણે પુણ્ય મળે. પણ વ્યવહારથી તો એમ અવશ્ય કહી શકાય કે, ભાવશત્રુંજયમાં જવાથી જેટલો લાભ થાય તેટલો લાભ આવા મીની શત્રુંજયમાં ન થાય. એટલે “તમે શત્રુંજય ન જઈ શકો તો અહીં આવો તો પણ એટલું જ પુણ્ય મળે” એમ કહેવું યોગ્ય નથી. આવા કથનથી તો મુખ્ય શત્રુંજય અને મીની શત્રુંજય બંને સમાન થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org