________________
શંકા-સમાધાન
૭૯ આવા ભોગસાધનો વધતા રહેશે, તો સંભવ છે કે ભવિષ્યમાં તીર્થસ્થાનો તીર્થસ્થાનો ન રહેતાં એશઆરામનાં સ્થાનો બની જાય.
ધર્મ માટેની શાળા તે ધર્મશાળા. જેમાં ધર્મની પ્રધાનતા રહે તેવી શાળા તે ધર્મશાળા. એરકંડીશન વગેરે આધુનિક સગવડવાળા સાધનોથી ધર્મ ગૌણ બની જાય છે અને સુખશીલતાને જ પોષણ મળે છે. ધર્મશાળા બનાવનારની ફરજ છે કે લોકો વધારે આવે એવી વૃત્તિના બદલે આચારોનું પાલન વધારે કેમ થાય, એવી વૃત્તિ હોવી જોઇએ. આજના કાળ પ્રમાણે કેટલીક અનિવાર્ય અનુકૂળતાઓ આપવી પડે, એ વાત જુદી છે અને સુખશીલતા પોષાય એવી અનુકૂળતાઓ આપવી એ વાત જુદી છે.
શંકા- ૨૦૫. હમણાં હમણાં ગિરનારની ૯૯ યાત્રા અંગે વિશેષ સાંભળવા મળે છે, તો તેનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ? ગિરનારની ૯૯ યાત્રા કરાય ખરી ? જો કરાતી હોય તો કરવાથી કર્મનિર્જરાની દૃષ્ટિએ શું ફાયદો થાય ?
સમાધાન- શ્રી ગિરનાર તીર્થ પણ શત્રુંજય તીર્થનો એક ભાગ છે. પૂર્વે શત્રુંજય પર્વત ઘણો વિસ્તૃત હતો. કાળના પ્રભાવથી શત્રુંજય પર્વત નાનો થતો ગયો, એથી ગિરનાર તીર્થ એનાથી છૂટું પડી ગયું તથા જેમ શત્રુંજય તીર્થ ઉપર શ્રી આદિનાથ ભગવાન પૂર્વ નવાણુંવાર સમવસર્યા છે. તેમ ગિરનાર તીર્થ ઉપર શ્રી નેમિનાથ ભગવાન અનેકવાર સમવસર્યા છે. તેથી ગિરનાર પણ શત્રુંજય તીર્થ સ્વરૂપ છે. આથી ગિરનાર તીર્થની ૯૯ યાત્રા કરવાથી પણ ઘણો લાભ થાય છે. લોકોને તે તીર્થની ૯૯ યાત્રા કરવાથી શત્રુંજય તીર્થની ૯૯ કરવાની જેમ) ઘણી નિર્જરા થાય. જેને જે ધર્મ અનુષ્ઠાનમાં રસ(=ઉત્સાહ) આવે તેમાં તેને કર્મની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. માટે ગિરનાર તીર્થની ૯૯ યાત્રા શત્રુંજયની જેમ કરવાની કોઈને ભાવના થાય અને કરે તો તે યોગ્ય જ છે.
શંકા- ૨૦૬. શત્રુંજયની નવાણું યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરી શકાય કે નહિ ? કેટલાકો કહે છે કે નવાણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org