________________
શંકા-સમાધાન
અણાહારી જેવા પ્રશ્નો સચોટ રીતે સમજાવ્યા છે. આ રીતે જોવા જઇએ તો જૈનશાસનના સાતેસાત ક્ષેત્રોને સ્પર્શતી તલસ્પર્શી વિચારણાથી “શંકા-સમાધાન' સમૃદ્ધ બન્યું હોવાથી સહુ કોઈને માટે અવશ્ય વારંવાર માર્ગદર્શક બનતું જ રહેશે.
સમાધાનદાતા તરીકે પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિજી મહારાજાની શાસ્ત્ર પરિકર્મિત કલમની કુશળતાનું કીર્તિગાન જેમ શંકા-સમાધાન'ના માધ્યમે સાંભળી શકાય છે, એમ આના સંપાદકસંકલક તરીકેની જંગી જવાબદારી અદા કરનાર મુનિવર શ્રી ધર્મશેખરવિજયજી ગણિવરે, મુનિવર શ્રી દિવ્યશેખરવિજયજી આદિના સહયોગપૂર્વક પૂ. આચાર્યદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન હેઠળ જે રીતની શ્રુતપાસના કરી છે, એ પણ ભૂલી શકાય એમ નથી. પ્રશ્નોત્તરોનું વિષયવાર વર્ગીકરણ કરવું, આ કેટલું મહેનતસાધ્ય કાર્ય ગણાય, એનો અંદાજ તો અનુભવીને જ આવી શકે. હજારેક પ્રશ્નોત્તરીના ઢગલામાંથી એ એ વિષયના પ્રશ્નોત્તરો અલગ તારવવામાં કેવી ધીરજ, કેવું ચાતુર્ય અને કેવી ઝડપ આવશ્યક ગણાય, એ તો અનેક જાતના અનાજના ઢગલામાંથી જુદી જુદી જાતના અનાજને અલગ અલગ તારવનારને અપનાવવી પડતી ધીરજ, ધગશ અને ચીવટને નજર સામે લાવીએ, ત્યારે જ સમજી શકાય.
આ બધાની ઋતોપાસનાના સરવાળા રૂપે પ્રકાશિત થઈ રહેલ શંકા-સમાધાન' નામક દળદાર આ પુસ્તકમાં નિમિત્તમાત્ર બનવા બદલ “કલ્યાણ'ને પણ ગૌરવની અનુભૂતિ થાય એમ છે. કારણકે આ રીતનું દળદાર અને સર્વાંગસમૃદ્ધ પુસ્તક પ્રથમવાર જ થઈ રહ્યું હોય એમ લાગે છે. આ પૂર્વે “કલ્યાણ'માં પ્રકાશિત “શંકા-સમાધાન વિભાગમાંથી સંકલિત “લબ્ધિપ્રશ્ન” બે ભાગ, પ્રશ્નોત્તર કર્ણિકા બે ભાગ, ‘સન્માર્ગ દર્શન ઇત્યાદિ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા હોવા છતાં પ્રસ્તુત પ્રકાશન તો અલગ જ ઉપસી આવે એમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org