________________
પ૬
શંકા-સમાધાન
પાસેથી લઈ જવાની હોય ત્યારે એ વસ્તુ ભગવાનની દષ્ટિમાં ન આવે તેની પણ કાળજી રાખવી જોઈએ. એ માટે પડદા વગેરેની પાકી વ્યવસ્થા કરવી જોઇએ. કદાચ એવો પ્રશ્ન જાગે કે, આ નિયમ પ્રમાણે તો વરઘોડામાં રસ્તામાં આવતી દુકાનોમાં રહેલી ખાવાની વસ્તુ ભગવાનની દૃષ્ટિમાં આવે તો તે દુકાનની વસ્તુ ન ખવાય ? આના જવાબમાં જણાવી શકાય કે- એ અશક્ય પરિહાર છે અને વરઘોડો શાસન પ્રભાવનાનું કારણ છે. એથી ચલાવી લેવું પડે છે. પણ મંદિરમાં તો આપણે તેનું પાલન કરી શકીએ એમ છીએ. માટે આરાધક જીવોએ આ વિષે કાળજી રાખવી જોઇએ.
શંકા- ૧૪૬. દેરાસર સ્વદ્રવ્યથી બંધાવેલ હોય તો એમાં સાધર્મિકભકિત, સર્વસાધારણ, સાતક્ષેત્રસાધારણ, આયંબિલ ખાતાનો ભંડાર રાખી શકાય ?
સમાધાન– દેરાસર સ્વદ્રવ્યથી બંધાવ્યું હોય તો પણ તેમાં જિનભક્તિ સિવાયનો એટલે દેવદ્રવ્ય સિવાયનો કોઈ પણ ભંડાર રાખી શકાય નહિ. બીજા ભંડાર દેરાસરની બહાર રાખી શકાય. દેરાસર પરમાત્માની ભક્તિ કરવાનું સ્થાન છે. પરમાત્માની ભક્તિ કરવાના સ્થાનને શ્રાવક વગેરે માટે પૈસા ભેગા કરવાનું સ્થાન બનાવવું એ કેવી રીતે યોગ્ય ગણાય ?
શંકા- ૧૪૭. ઘણા દેરાસરોમાં નાની ઘંટડી હોય છે. શ્રાવકો તે ઘંટડી ભગવાન સમક્ષ વગાડે છે. આવું કારણ ?
સમાધાન– શાસ્ત્રમાં પૂજાના અનેક પ્રકારો બતાવ્યા છે. તેમાં નાદપૂજા પણ છે. નાદપૂજા ઘંટ વગાડીને થાય છે. પૂર્વે મોટો ઘંટ વગાડીને નાદપૂજા કરતા હતા. હવે નાની ઘંટડીથી નાદપૂજા થાય છે.
શંકા– ૧૪૮. કોઈ શ્રાવક લગભગ સવા ક્રોડના ખર્ચથી નિર્માણ થતા દેરાસરમાં ૫૦ લાખ કે ૭૫ લાખ આપે અને શરત મૂકે કે મને બોલી વિના એક શિલા સ્થાપનનો અને દ્વારોદ્ઘાટનનો અથવા તેવો બીજો કોઈ લાભ મળવો જોઈએ. આવી શરત માન્ય કરાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org