________________
૫૫
શંકા-સમાધાન પ્રાચીન હોય, તેવા દેરાસરના નીચેના બધા ભાગને પથ્થર વગેરે મૂકીને પેક કરી દેવાય? એવી શંકા રહે છે કે ખાલી જગ્યામાં કોઈનો વાસ થઈ જાય. જો કે સેંકડો વર્ષોથી તો કોઇનો વાસ થયો નથી.
સમાધાન– ખાલી પડેલા રૂમમાં કોઈ દેવના વાસની સંભાવના ખરી. પણ તીર્થ સ્થળમાં પ્રભુના પ્રભાવથી જ કોઈ દેવ વાસ કરી શકે નહિ. આમ છતાં કોઇને વહેમ રહેતો હોય તો એ રૂમમાં નાના એક પ્રતિમાજી અંજનશલાકા વગેરે કર્યા વિનાના પધરાવી શકાય. આથી કોઈ દેવ વાસ કરી શકે નહિ. દેવ પણ તદ્દન ખાલી હોય તેમાં જ વાસ કરે. પથ્થર વગેરે મૂકીને પેક કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી.
શંકા– ૧૪૪. હાર્ટની તકલીફના કારણે કેસર ઘસતાં જોર દેવાથી છાતીમાં ક્યારેક અસહ્ય દુઃખાવો ઉપડે છે. આવી અવસ્થાના કારણે જીભ નીચે મૂકવાની ગોળી દેરાસરમાં લઇ જવાય કે નહિ ?
સમાધાન- અહીં એ પણ સમજવાની જરૂર છે કે પોતાની ખાવાની કોઈ પણ વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ, એટલું જ નહિ, પરમાત્માની એ વસ્તુ ઉપર નજર પણ ન પડવી જોઇએ. એટલે ખાવાની કોઈ વસ્તુ સાથે લઈને જિનદર્શન આદિ માટે જવાનું બને ત્યારે ભગવાનની દૃષ્ટિ પણ ન પડે, એ રીતે ખાવાની વસ્તુ મંદિરના બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. આમ છતાં જો ભૂલથી તે વસ્તુ મંદિરમાં લઈ જવાય કે ભગવાનની દૃષ્ટિ તેના ઉપર પડી જાય તો તે વસ્તુ ખાવી ન જોઇએ.
શંકા- ૧૪૫. ખીસામાં કે થેલી વગેરેમાં રહેલી વસ્તુ દહેરાસરમાં લઈ જવામાં આવે ત્યારે તે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડતી ન હોવાથી પોતાના ઉપયોગમાં લેવામાં શો વાંધો ?
સમાધાન– પ્રભુની દૃષ્ટિ પડે કે ન પડે, પણ દહેરાસરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુઓ કે દવાનો ઉપયોગ ન કરી શકાય. કેમકેવિનયના અનેક પ્રકાર છે. તેમાં આ મંદિરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુ ન ખાવી તે) પણ એક પ્રકારનો વિનય છે. જમણવાર વગેરે પ્રસંગે પીરસવાની વસ્તુ કમંડલ વગેરેમાં ભરીને મંદિરના દ્વાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org