________________
[૪૦]
શ્રી વિજયપધ્રસૂરિજી કૃત શુભ ગંધ ધૂપ ઉખેવજે દીપક સમર્ચન સાધજે, અક્ષત અને નવેધ ફલની પૂજના ના ભૂલજે. ૪૪
અર્થ –પ્રભુના નવ અંગે પૂજા કર્યા પછી વિલેપનાદિ -સુખડનું તેલ, અત્તર વગેરેને લેપ કરી, સુગંધિદાર તાજાં ફૂલ લઈને પ્રભુની પુષ્પપૂજા કરજે. પરંતુ જે ફૂલ ભૂમિ ઉપર પડેલા હોય તે નકામા ગણજે એટલે પૂજામાં ઉપગમાં લઈશ નહિ. પછીથી સુગંધિદાર ધૂપ એટલે અગરબત્તી વગેરે વડે ધૂપપૂજા કરવી. ત્યાર પછી દીપક પૂજા સારી રીતે કરીને અક્ષતપૂજા અને નૈવેદ્યપૂજા કરવાની ભૂલીશ નહિ. ૪૪.
અષ્ટ પ્રકારી પૂજા કરતાં કેવી ભાવના ભાવવી તે કહે છે – હે નાથ! ટાળે કર્મ મલને પ્રથમ પૂજા ભાવના, ગુણ સુવાસિત આત્મ કરજે બીજી પૂજા ભાવના; શુભ ભાવ ચિત્ત બનાવજો એ ત્રીજી પૂજા ભાવના, કર્મ કાષ્ટ જલાવજે એ ધૂપ પૂજા ભાવના. ૪૫
અર્થ:–પહેલી જળપૂજા કરતાં એવું ભાવવું કે હે સ્વામિ ! આ જળ પૂજાથી મારા કર્મરૂપી મલને-કાદવને દૂર કરે. તેમજ બીજી પૂજા કરતાં એવી ભાવના કરવી કે આ ચન્દન પૂજાથી મારા આત્માને ગુણે વડે સુગંધિદાર બનાવજે. ત્રીજી પુ૫પૂજા કરતાં એવી ભાવના ભાવવી કે હે પ્રભુ! આ પૂજાથી મારા ચિત્તને શુભ પરિણામવાળું બનાવે. તથા ચોથી ધૂપ પૂજા કરતાં મારા કર્મરૂપી લાકડાં બાળી નાખો-કર્મોને નાશ કરે એવી ભાવના ભાવવી. ૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org