________________
પદથી અને માગશર સુદ ત્રીજે પિન્યાસપદથી વિભૂષિત કર્યા. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટારક, આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાએ ભવ્ય જીવોએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયેગ કર્યો અને કરે છે. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જેનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વિગેરે મેક્ષના સાધન દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે. વિગેરે લેકેનર ગુણેથી આકર્ષાઈને અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારેને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલી શ્રી દેશવિરતિ જીવન સહિત શ્રી શ્રાવકધર્મ જાગરિકા પરમકૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમપીને મારા આત્માને ધન્ય માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવોભવ મળે. નિવેદક: આપશ્રીજીના ચરણકિકર
નિર્ગુણ વિયાણ પવની વંદના.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org