________________
શ્રી ધર્મજાગરિકા
[૨૧]
હે જીવ! જરૂર આવશ્યક કરજે. આ આવશ્યકનું જ બીજું નામ પ્રતિક્રમણ પણ કહેલું છે. આ છ એ આવશ્યકેનું આવશ્યક સૂત્ર અને અનુગ દ્વારમાં તથા ઉપદેશ ગ્રંથામાં વિસ્તારથી વર્ણન કરેલું છે. ૨૦
હવે પ્રતિક્રમણ કેવા સ્વરે કરવું તે કહે છે – મંદ સાદે સૂત્ર વદ અન્યથા દોષે ઘણા, જાગતાં પાપ કરે હિંસાદિ આરંભક જના; શબ્દશુદ્ધિ ન ભૂલજે આ શબ્દ ચેખા સાંભળી, સ્પષ્ટ અર્થ જણાય પ્રકટે ભાવના પણ નિર્મલી. ૨૧
અર્થ–સવારના પ્રતિક્રમણમાં સૂત્રો મન્દ–ધીમા સ્વરથી બેલજે. કારણ કે મેટા સ્વરે બેલવામાં ઘણા દે રહેલા છે. તે આ પ્રમાણે-ઉંચા સ્વરે બોલે છે જેથી જીવહિંસાદિ થાય તેવા આરંભના કાર્ય કરનારા તિર્યંચાદિ જી જાગવાથી તેઓ પાપના કાર્યોને આરંભ કરે છે. તેમાં ઉંચા સ્વરે બેલનાર નિમિત્તભૂત થાય છે. તેથી ધીમે ધીમે સવારનું પ્રતિક્રમણ કરજે. તેમાં શબ્દશુદ્ધિ-સૂત્રના શુદ્ધ ઉચ્ચાર કરવાનું ભૂલીશ નહિ. અથવા સૂત્રો જેમ તેમ ગણગણાટ કરતા હોય તેમ બેલીશ નહિ. કારણ કે શુદ્ધ ઉચ્ચાર કરવાથી અર્થ પ્રગટ રીતે સમજાય છે. અને તેથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. ૨૧.
૧. ઉપદેશ પ્રાસાદ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરેમાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org