________________
* :
શ્રી વિજયપધસૂરિજી કૃત
દિવસે વરસાદના પૂરની જેમ ફેગટ વહી ગયા છે એમ જાણવું. જેમ યંગ્ય વરસાદ ધાન્ય વગેરેની ઉત્પત્તિમાં કારણ હાવાથી સફલ છે. તેમ ધર્મસાધનામાં ગએલા દિવસો પુણ્ય બંધ અને કર્મનિર્જરાદિના હેતુ હોવાથી સફલ છે. તથા જેમ વરસાદનું પૂર ધાન્ય વગેરેની ઉત્પત્તિ કરવાને બદલે ઉગેલા ધાન્યને ઉલટું નાશ કરવામાં નિમિત્ત બનતું હોવાથી નિષ્કલ અને નુકસાનકારી ગણાય છે. તેમ ધર્મસાધના રહિત ગએલા દિવસો પણ નિષ્ફલ અને આત્માને નુકસાનકારક જાણવા. ૧૪
આ ગાથામાં શ્રાવકે કયારે જાગવું અને સૈથી પ્રથમ શું કરવું તે કહે છે – ચઉ ઘડી બાકી રહે જ્યારે નિશા તે અવસરે, શ્રાવક તજી નિદ્રા પથારીમાં બેસીને સ્મરે; પરમેષ્ટિ મંગલ મંત્રને સૂતાં અવિનય વિચારતાં, શ્રુતસ્કંધ મહાનિશીથે પંચમંગલ ભાસતા. ૧૫
અર્થ-જ્યારે પાછલી રાત્રી ઓછામાં ઓછી ચાર ઘડી (૯૬ મિનિટ એટલે ૧ કલાક ઉપર ૩૬ મિનિટ) બાકી રહે ત્યારે શ્રાવકે અવશ્ય નિદ્રાને ત્યાગ કરે–જાગવું. જાગીને પથારીમાં બેઠા થઈને પરમ માંગલિક એવા પરમેષ્ઠી મંત્ર-(નવકાર મંત્રીનું સ્મરણ કરવું. સૂતાં થકાં નવકારમંત્રને . યાદ કરવાથી અવિનય થાય છે. આ શ્રી પરમેષ્ઠિ મંત્રનું બીજું નામ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ છે. આ પ્રમાણે ઉપધાન વહનના પ્રસંગે બોલાય છે. એમ છેદ સૂત્ર શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. ૧૫. • ૧. પૂજ્યશ્રી સ્થવિર ભગવતે આ છેદસૂત્રમાં ત્રિકાલ ચૈત્યવંદના ઉપધાન વહનાદિ શ્રાવક જીવનને ઉપયોગી ઘણી વસીના કહી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org