________________
[૨]
શ્રી વિજયપદ્રસૂરિજીકૃત
અર્થ–જગતના જીના મનોવાંછિત પૂરવાને સાક્ષાત્ લેકેત્તર (લેકમાં શ્રેષ્ઠ) કલ્પવૃક્ષ સમાન પુરૂષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવંતને, તથા ભવ–સંસાર રૂપી કૂપમાંથી કાઢનાર પરમ પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર નામના મારા ઉપકારી ગુરૂને નમસ્કાર કરું છું. એ રીતે ઈષ્ટ દેવ તથા ગુરૂવર્યને નમસ્કાર કરીને હવે અભિધેય (ગ્રંથને વિષય) જણાવે છે – આગમના બળથી (સિદ્ધાન્તના અનુસારે) હું (વિજયપદ્રસૂરિ) ધર્મજાગરિકા નામના ગ્રંથને આનંદપૂર્વક રચું છું. તે ગ્રંથને ઉમંગથી સાંભળીને હે ભવ્ય શ્રાવકો! પિતાને જે શ્રાવક ધર્મ તેને આરાધીને મોક્ષની સંપત્તિ પ્રાપ્ત કરજે. ૧
“જાગરિકા ને અર્થ તથા પ્રકાર સમજાવે છે – છે અર્થ જાગરિકા તણો જે જાગવું બે ભેદ છે, જેમાં વિચાર કુટુંબના તે પ્રથમ જાગરિકા શ્રુતે, કલ્યાણપંથે ના જરૂરી એમ તીર્થકર કહે, જે ધર્મ જાગરિકા કરે તે ભવ્ય કેવલપદ લહે. ૨
અર્થ-જાગરિકા એટલે જાગવું. તે જાગવું બે પ્રકારે છે.—૧ કુટુંબ જાગરિકા, ૨ધર્મજાગરિકા. જે જાગ્રતિમાં
૧ લકત્તર કલ્પવૃક્ષ –આ ભવમાં ભોજન વગેરે લૌકિક અને ક્ષણિક ઈચ્છિત આપનાર હોવાથી યુગલિકોનાં જે કલ્પવૃક્ષો તે લૌકિક કલ્પવૃક્ષ કહેવાય. અને પાર્શ્વ પ્રભુ તે બંને ભવના તમામ વાંછિત આપનાર હોવાથી લોકોત્તર કલ્પવૃક્ષ છે. લૌકિક કલ્પવૃક્ષ પૌદ્ગલિક સમૃદ્ધિ જ આપે ત્યારે પાર્શ્વપ્રભુ તે આ ભવમાં અને પરભવમાં પણ ધર્મ સામગ્રીને લાભ વગેરે સ્થિર આત્મિક ઋદ્ધિને પણ દેવા સમર્થ છે.
t,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org