________________
શાક કરવા લાયક છે કયા? અને નહિ શેક કરવા લાયક છો ક્યા? આનું સ્પષ્ટ સ્વરૂપ સાક્ષિપાઠ દઈને જણાવ્યું છે. હવે આ ગ્રંથની સાથે જોડેલા દેશવિરતિ જીવનને અંગે જરૂરી જણાવું છું. (૧) બારે વ્રતો એ શી વસ્તુ છે? (૨) તે દરેકનું સ્વરૂપ શું ? (૩) તેને કેમ લેવા, અને પાળવા? (૪) અને તેમ કરવામાં શો લાભ? (૫) પહેલાના કાલમાં આ વ્રતની કેણે કેવી રીતે સાધના કરી? તેમ કરતાં તેમણે કેવા પ્રકારના લાભ મેળવ્યા ? (૬) બારે વ્રતની ટીપ કઈ રીતે તૈયાર કરી શકાય? વિગેરે બીના હાલ દેશવિરતિ ધર્મને પામનારા શ્રાવકોએ અને પામેલા શ્રાવકેએ જરૂર સમજવીજ જોઈએ, આ મુદ્દાથી અને શેઠ ચીમનભાઈ લાલભાઈ તથા શેઠ ડાહ્યાભાઈ સાંકળચંદ અને શા. ચીમનલાલ ગોકલદાસની વિનંતિથી પૂજ્યપાદ પરમપકારી શ્રીગુરૂ મહારાજના પસાથે આ શ્રી દેશવિરતિ જીવન નામનો ગ્રંથ બનાવે છે. આ બંને ગ્રંથની રચના વિગેરેમાં અનાગ્રહી, ગુણગ્રાહી વિબુધ વાચક વર્ગને યોગ્ય ભૂલ માલમ પડે, તો તેમણે કૃપા કરીને ખૂશીથી વિના સંકોચે જણાવવી. જેથી બીજી આવૃત્તિનું સુધારો થઈ શકે. છેવટે જરૂરી સૂચના એજ કરવી ઉચિત છે કે, ભવ્ય છે આ બંને ગ્રંથોને ગુરૂગમથી મનન પૂર્વક સમજીને પોતાનું જીવન નિર્મલ બનાવે અને ભવિષ્યમાં મુકિતપદ પામે એજ હાર્દિક ભાવના.
નિવેદક :– સહીતનામધેય પરમોપકારિ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય
શ્રી ગુરૂ નેમિસૂરીશ્વર ચરણકિકર
વિયાણુ વિજયપધસૂરિ :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org