SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪] શ્રી વિજયપધસૂરિજી કૃત પદ પદ્મ પૂજે પ્રભુ તણા તે સાત્વિક પૂજા મુણે, અમૃતક્રિયા ઉપયોગ સંગે પાર છે સંસારને, સુલભ નહિ આ સર્વને જે સર્વ મંગલકારિણું; આ ભવે પણ સુખ કરી તિમ સત ભય સંહારિણી. ૭૦ અર્થ –આગલી ગાથામાં કહેલા ગુણવાળા જે ભવ્ય જ પ્રભના પદપદ્ય-ચરણ કમલની વિધિ પૂર્વક પૂજા કરે તે સાત્વિક પૂજા જાણવી. આ ઉપગ પૂર્વકની અમૃત કિયા રૂપ સાત્વિક પૂજા સંસારને પાર આપે છે–સંસારમાંથી તારે છે. આવી સાત્વિકી પૂજા જે સર્વ મંગલને કરનારી છે તે સર્વ જીવો માટે સુલભ-સહેલી નથી. તેમજ આ ભક્તિ આ ભવમાં પણ સુખ કરનારી તેમજ સાત ભયને નાશ કરનારી છે. ૭૦. રાજસી ભક્તિનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે – પ્રભુદેવને પૂજીશ તે હું પુત્ર સંપત્તિ અહીં, પામીશ દર્શક લેક પણ ખુશી થશે એવું ચહી; ૧. સાત ભયો આ પ્રમાણે–૧. ઈહલેક ભય-મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલેક ભય-મનુષ્યને દેવાદિકથી ભય. ૩. આદાન ભય-ચોર વગેરેને ભય. ૪. અકસ્માત ભય–ઘરમાં રાત્રિએ કે દિવસે એકદમ ભય લાગે તે. ૫. આજીવિકા ભય–આજીવિકા કેમ ચાલશે તેની ચિંતા થયા કરે છે. ૬. મરણ ભય-કુટુંબ, પરિવાર, ધનાદિક મૂકીને મરી જવું પડશે એવા ભયવાળો વિચાર. ૭. અપકીતિ ભય-લોકને વિષે અપકીર્તિ થશે એ ભય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy