SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ છે. જેની સંવત ૧૫૦૯, ૧૫૧૨, ૧૫૧૩, ૧૫૫૯, ૧૫૮૧, ૧૫૭૭, ૧૫૨૮, ૧૫૯૬, ૧૫૭૩ અને ૧૫૮૦ છે. ૧૫૮૦ના એક લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધસંતાને” એવું લખ્યું છે. ૧૫૪૮ના એક લેખમાં "પ્રા. શા. બૃહસ્તજને ગાં. સા. હેમરાજ” એમ લખ્યું છે. ૧૫૩૩ના એક લેખમાં "પ્રાગ્વાટ જ્ઞા. લઘુમંત્રિ” એમ લખ્યું છે અને સં. ૧૫૦૮ અને ૧૫૮૪ના બે લેખોમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુશાખાયાં” એ પ્રમાણે લખ્યું છે. એકંદરે આ શતકમાં પોરવાડના ૧૨ લેખમાં વૃદ્ધશાખા (વીસા)નો ઉલ્લેખ છે અને ૩ લેખમાં લઘુશાખા (દશા)નું નામ છે. આ શતકમાં ઓશવાળ જ્ઞાતિના ૨૦૯ લેખ છે. તેમાં દશા અને વીશાના ઉલ્લેખવાળા ૧૬ લેખ છે. સં. ૧૫૧૫ અને ૧૫૨૧ના લેખમાં "ઉકસ જ્ઞાતીય વૃદ્ધ સંતાનીય" એમ લખ્યું છે. ૧૫૬૬ના લેખમાં "ઊકેશ વંશીય વૃદ્ધ સોની શાખાયાં” એમ લખ્યું છે. સં. ૧૫૨૮ અને ૧૫૬૮ના લેખમાં "ઊ કેશવંશે સાધુ શાખાયાં” લખ્યું છે. ૧૫૨૧ના લેખમાં "ઉકેશ વંશે બૃહત્સતાનીય” લખ્યું છે. ૧૫૩ન્ના લેખમાં "ઓસવાલ વૃદ્ધ જ્ઞા.” એ પ્રમાણે છે અને ૧૫૭રના લેખમાં ઊકેશ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં એમ લખ્યું છે. ઉપર જણાવ્યા તે "સાધુ” "બૃહત અને "મહા શાખીય" એ બધા વૃદ્ધશાખા (વીસા)ના પર્યાય (બદલે વપરાયેલા શબ્દો એમ લખ્યું છે. ૧૫ર૧ના એક લેખમાં "ઉપ. આવવાણ ગોત્રે લઘુ પારેખ નાથા” એમ લખ્યું છે. ૧૫૧૪ના એક લેખમાં "ઉપકેશ જ્ઞાતીય લઘુ સંતીનીય મં. સાથલ", અને ૧૫ર૧ના એક લેખમાં "ઉપકેશ જ્ઞાતીય લઘુ સંતાનીય મુ. ભોજા એ પ્રમાણે છે. ૧૫૭ન્ના લેખમાં "ઉપકેશ જ્ઞાતી બપ્પણા ગોત્રે લઘુ શાખીય ફોફલિયા સંજ્ઞાયાં મં. નામણ” એમ છે. ૧૫૬૬ના લેખમાં "ઉકેશવંશે લઘુશાખાયાં” ૧૫૯૧ના લેખમાં "ઉસવાલ લઘુશાખાયાં દો. ટાઉ” અને ૧પ૯૭ના લેખમાં "શ્રી ઓશવશે લઘુશાખાયાં” એ પ્રમાણે છે. એ કંદરે આ શતકમાં ઓશવાળના વૃદ્ધશાખાના ૯ અને લઘુશાખાના ૭ મળી ૧૬ લેખ છે. સંવત ૧૬૦૦ થી ૧૭૦૦ સુધીના ફક્ત ૯૯ લેખ છે. તેમાં શ્રીમાળીના ર૦ લેખ છે. તેમાં શ્રી શ્રીમાળીના ૧૬ અને શ્રીમાળીના ૪ છે). તેમાં ૧૬૬૬, ૧૬૭૦, ૧૬૮૨, ૧૬૪૩, ૧૬૭૫, અને ૧૬૬૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy