SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ચઢતા-ઊતરતી પદ આપવામાં આવ્યાં હતાં. તે ચઢતા પદ એક વિશ્વા (વશા)થી વીસ વિશ્વા સુધીનાં હતાં. તે વખતે અસ્તિત્વમાં આવેલો એ વશાના ચઢતા-ઊતરતાપણાનો ભેદ સંયુક્ત પઆન્તના કુળ એક વશાથી વીસ વશા સુધીની ચઢતા-ઊતરતી મરજાદ (યોગ્યતા)નાં ગણાય છે. પાંચ વશાના કુળવાળો સાત વશાના કુળવાળાને કન્યા આપે તો કન્યાના બાપે વરને પહેરામણી આપવી પડે, પણ સાત વશાના કુળવાળો તો પાંચ વશાના કુળવાળાને કન્યા આપે જ નહિ. વીસ વસાવાળાનાં ખટકુળ છે. દશથી ઓગણીસ વસા સુધીના તે "પંચાદર" કહેવાય છે. અને દશથી ઓછા વસાની મરજાદ (યોગ્યતા) વાળા તે "ધાકર" (નાના) કહેવાય છે. ગુજરાતમાં વસતી કેટલીક જ્ઞાતિઓમાં પણ વશાનું પ્રમાણ ચાલે છે. ખંભાતના ઔદિત્ય ટોળકિયા બ્રાહ્મણમાં દશા, વીશા, અને પાંચાના કુળ ભેદ છે. એ ભેદમાં વીસા સૌથી ચઢતા, દશા તેથી ઊતરતા, અને પાંચા દશાથી પણ ઊતરતા એમ મનાય છે નવા વર્ષની શરૂઆતમાં વાસનો વરતારો વાંચવામાં આવે છે, જેને સારપત્રિકા અથવા સારો કહે છે. તેમાં જુદી જુદી વસ્તુનું પ્રમાણ વસાથી બતાવવામાં આવે છે. જેમ વાયુના વા, વિગ્નના ૧૧ વા, વિનાશના ૧૫ વશા, પરચક્રના ૧૭ વશા, વસ્ત્રના ૧૭ વશા, ઘીના ૯ વશા, એમ અનેક વસ્તુઓનું વધતા ઓછાનું પ્રમાણ વશાથી ખતાવવામાં આવે છે. જેના વીશ વશા હોય તે પરિપૂર્ણ કહેવાય અને તેથી જેટલા વશા ઓછા હોય તેટલું તે ઓછું ગણાય. એ જ પ્રમાણે માણસને માટે બોલતાં જે ઠરેલ, પ્રમાણિક, ડાહ્યા તેને "એ તો વીશી માણસ છે." એમ કહે છે. માલમાં પણ સારા માઠાને બદલે "વીશી પોણીવીશી" કહેવાનો ચાલ છે. અર્થાત્ હરકોઈ માણસ, સમૂહ કે વસ્તુનું ચઢતા ઊતરતાપણું વશાથી ગણાય છે. સત્તરમા શતકમાં થયેલા મહોપાધ્યાય શ્રી જયસોમના શિષ્યમહો શ્રી ગુણવિજય તેમના શિષ્ય વાચકથી કીર્તિ ગણિ એમના Jain Educationa International ૫૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy