________________
એ વર્ગ ખરેખર હકદાર ધંદાદારીઓના સમાન લેખાતા નહિ. તેમની યોગ્યતા નીચી જ ગણવામાં આવતી. અને તે હલકા વર્ગમાં જ પોતાના ધંધા કરી ખાતા. જેમ ઢેઢના ઢેડના ગોર, કોળીના ભવાયા, વહેપાર ઘાંચીઓ વગેરે ઉપલી +તપોધન, કાઈટીઆ, રાજગર વગેરે થોડાએક આના અપવાદરૂપ છે.
જ્ઞાતિવાળા જો ચાહે તો હલકી જ્ઞાતિવાળાનો ધંધો કરી શકે, પણ તેમ કરવા જતાં તેની યોગ્યતા ઊતરતી ગણાય. અને એવો નિયમ હતો કે ચઢતી જ્ઞાતિનો કોઈ માણસ અમુક પેઢી સુધી ઊતરતી જ્ઞાતિવાળાનો ધંધો કરે તો તે પોતાની ચઢતી જ્ઞાતિમાંથી પતિત થઈને ધંધા પ્રમાણેની ઊતરતી જ્ઞાતિનો થઈ જાય.
कृषि गोरक्ष वाणिज्यं वैश्यकर्म स्वभावजं ।
એ ભગવદૂગીતાનું વાક્ય છે. ખેતી કરવી, ઢોર પાળવાં, તેનાં દહીં, દૂધ, ઘી, વગેરે વેચવાં, તેમજ દરેક જાતનો વહેપાર કરવો, એ વૈશ્યનું નિયમિત થયેલું કામ હતું. એટલે બ્રાહ્મણ-ક્ષત્રિય, જો ધારે તો વહેપાર કરવાનું વૈશ્યનું કામ કરી શકે, પણ અમુક પેઢી સુધી તે કામ પર ચાલુ રહ્યાથી તેઓ વૈશ્ય (વહેપારી - વાણિયા) થઈ જાય. હાલ આપણે જેને વાણિયા જોઈએ છીએ, તે આવી રીતે બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય એ ત્રણમાંથી થયેલા વહેપાર કરનારા લોકોનો સમૂહ છે. પણ અત્યારે આપણે જેમને વાણિયા જોઈએ છીએ તે ફક્ત આવા કારણથી વાણિયા થયા નથી. આર્ય પ્રજામાં થયેલી એક મહાભારત ઊથલપાથલને પરિણામે હાલના ઘણાખરા વાણિયા વાણિયાપદ પામ્યા છે. એ ઉથલપાથલ શું છે તે આપણે જોઈએ.
આગળ આપણે જોયું છે કે આર્યપ્રજામાં જામિત્સ૨ને પરિણામે વર્ણો જડ થઈ ગઈ હતી અને તેનાથી વર્ણસંકર જ્ઞાતિઓના એક ઉપર એક સેંકડો પેટાભેદ (ટુકડા) થતા જતા હતા. આ અનિષ્ટચટ પરિણામ તરફ એ કાળના વિચારશીલ સુધારકોનું લક્ષ ખેંચાયા વગર રહ્યું નહીં. બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો જેમ બ્રાહ્મણોના યજ્ઞારીયાગાદિનો બંધારણનો નિષેધ કરવાને પણ ચૂક્યા નહિ. વર્ણસંકર જાતિના બધા ભેદોનો તેમણે અનાદર કર્યો અને એક
Jain Educationa International
૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org