________________
માણસો કોઈ માણસને પોતાની સાથે જમવા બેસાડે તો તે માણસને બહુમાન આપ્યાનાં ચિહ્ન તરીકે ગણવામાં આવે છે. આપણે ત્યાં, હલકી જ્ઞાતિનું જેમાં વટલાઈ જવાનું માનવામાં આવે છે, તેવા વાળ વિશે હિંદુસ્તાનની બહારના લોકોને કશી કલ્પના હોતી નથી, પણ મોટાઈના સૂચક ચિહ્ન તરીકે પંક્તિભોજનનું બંધન માન્યું છે.
લગ્નસંબંધ એ બીજા બધા વ્યવહારો કરતાં વધારે નિકટને ને કાયમનો વહેવાર બાંધનારો સંબંધ છે. લગ્ન વડે જદી જુદી બે વ્યક્તિઓ હંમેશને માટે એક થઈ જાય છે. અને એ બે વ્યક્તિઓ જ નહિ પણ વ્યક્તિઓ ઉપરાંત બંનેનાં કુટુંબો પણ એક બીજા સાથે સંબંધમાં બંધાય છે. એથી સમાનતાના હદનિશાન તરીકે લગ્નવ્યવહારનો પ્રતિબંધ બાંધ્યાના દાખલા બધી પ્રજાઓમાં મળે છે. જ્ઞાતિભેદ નહિ માનનારી યુરોપની પ્રજાઓમાં પણ અમુક રાજકુમાર કે રાજકન્યાથી અમુક પ્રકારના લોકો સાથે લગ્ન વ્યવહાર થઈ શકે નહિ એવો પ્રતિબંધ વ્યક્તિ સ્વાતંત્ર્યના હાલના જમાનામાં પણ દૂર થઈ શક્યો નથી. ઈંગ્લાંડના અમીર ઉમરાવોમાં પણ આવો પ્રતિબંધ ચાલે છે. આપણા દેશના રજપૂતો કન્યા આપવામાં જે ચીવટાઈ ધરાવે છે તે વાંચનારાથી અજાણ્યું નહિ હોય. કુળની મોટાઈ સાચવી રાખવા માટે તેનાં માની લીધેલાં બંધનો મૂળમાં સ્વાભાવિક છે. લગ્ન જેવો કાયમનો સંબંધ બાંધવો તે બે સમાન દરજ્જાનાં કુટુંબો વચ્ચે જો હોય તો વધારે સારું થાય; એ તત્ત્વ આ બંધારણના મૂળમાં છે, અને તે ખરું છે. વર અથવા કન્યાનો પક્ષ સમાન હોવાને બદલે અતિશય ઉચ્ચનીચ હોય તો એ બે કુટુંબો વચ્ચેનો સંબંધ સરળ અને આનંદજનક થઈ પડે નહિ. તેમ લગ્નસંબંધ વડે જે વરકન્યા જોડાવાનાં તે પણ ગુણોમાં, રીતભાતમાં અને માની લીધેલા દરજામાં એકબીજા સાથે અસમાન હોય તો તેમનો સંબંધ પણ સુખકારક થઈ શકે નહિ. લગ્નસંબંધમાં સમાનતાનું બંધન વિવેકપુર:સર સચવાય એ બહુ અગત્યનું અને ભાવિ જોડાણને અત્યંત હિતકારક છે. પણ આ સમાનતા જ્યારે વિવેકશૂન્ય થઈ જાય છે અને યોગ્યતાને બદલે માત્ર પરંપરાને પકડી લઈને અમારાથી અમુક ઠેકાણે કન્યા અપાય ને અમુક ઠેકાણે ન અપાય એવા જડ સૂત્રને વળગી રહેવામાં આવે છે,
૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org