________________
પણ ગણાતી. પણ વર્ણસંકરતાનો ગૂંચવાડો વધ્યા પછી જે નવા સમૂહ બંધાયા તેને જ્ઞાતિ શબ્દ લગાવવામાં આવ્યો. એક જ ગામમાં વસવાને લીધે એક જ ધર્મમત માનતા હોય તેથી એમ વિવિધ કારણોથી જાણીતા લોકોનો સમૂહ બંધાય છે. અત્યારની જ્ઞાતિઓ તે ધોરણ ૫૨ જ લંબાઈ છે. એ બંધારણની શરૂઆત ક્યાંથી થઈ ? કયા બ્રાહ્મણો એ બંધારણનો ખરડો તૈયાર કર્યો ?
सर्व धर्मेषु तस्मात्तु यौ न पिंडो विधीयते । स्थापित स्थलवृन्ति ज्ञाति भेदः कलौयुगे संकरत्व निषेधाय वर्तते शिष्ठ संग्रहात् अमातोत्पत्ति भावनां भूयस्त्वे सति स्थिति सोन्वयः सांकर व्यवहारोत्र मास्तु तस्मात् स्थिति कृता । स्थान स्थापित भेदेन स्थान स्थापक नाममिः समवायो भेवडज्ञातिः सज्जातिस्यात् कलौ युगे ।
Jain Educationa International
-
|| 9 ||
(पद्मपुराणशंतर्गत एकलिंग महात्म्य)
એ ખરડાનો અમલ કયા રાજાના વખતમાં મુકાયો ? આ બધું સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી, પુરાણો સ્મૃતિઓ ઉપ૨થી એમ જોઈ શકાય છે કે સામાજિક બંધારણના નિયમો બ્રાહ્મણો ઘડતા અને રાજાઓ તેનો અમલ કરતા. સ્મૃતિઓ અને પુરાણો વિક્રમ સંવત પહેલાં ૪૦૦ ૫૦૦ વર્ષથી શરૂ કરીને વિક્રમ સંવત ૫૦૦ સુધીમાં રચાયા છે. એ ગ્રંથોમાં વર્ણસંકર (એક વર્ણનો પુરુષ અને ખીજા વર્ણની સ્ત્રીથી થયેલી) પ્રજા અને તેમના માટેના નિયમો ઘણી જગ્યાએ વર્ણવ્યા છે. જાતિસંબંધીનો વિચાર કરનાર એક એક સ્મૃતિ એ સંબંધી કંઈને કંઈ પુરાવો આપે છે. એ ગ્રંથોની રચનાના કાળે હાલનું જ્ઞાતિબંઘારણ જન્મ પામ્યું છે. જુદી જુદી જ્ઞાતિઓનાં પુરાણો બહુ પાછળના વખતમાં રચાયું હોય એવા પુરાવા તે પુરાણોમાંથી મળી આવે છે. એટલે જ્ઞાતિઓનાં પુરાણ વિક્રમ સંવત ૫૦૦ પછી રચાયાં છે એમ આપણે માનીએ તો પણ તેનો કાળ સંવત્ એક હજાર કરતાં વધારે નીચો ઉતારી શકાય એવું નથી. સંવત એક હજાર પછીના ઐતિહાસિક સાધનો આપણને વિગતવાર મળે છે. ને એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હાલની ઘણીખરી જ્ઞાતિઓ આજથી
૨૬
For Personal and Private Use Only
॥ ૨ ॥
॥ ૩ ॥
www.jainelibrary.org