________________
શીલગુણ એના વડે જ દ્વિજ છે. [૨] શૂદ્ર પણ શીલવાળો હોય તો ઉત્તમ બ્રાહ્મણ થાય અને બ્રાહ્મણ પણ ક્રિયાહીન હોય તો શૂદ્રથી પણ હલકો થાય. [૩] શૂદ્ર બ્રાહ્મણ થઈ શકે છે અને બ્રાહ્મણ શૂદ્ર થઈ શકે છે. એ જ પ્રમાણે ક્ષત્રિય અને વૈશ્ય પણ. પોતાના ગુણકર્મ ઉચ્ચ-નીચ થાય). [૪] છાન્દોગ્ય ઉપનિષદની એક કથા બહુ અસરકારક છે.
સત્યકામ નામનો બ્રાહ્મણ વિદ્યાધ્યયન કરવા ગુરુના આશ્રમમાં ગયો. ગુરુએ તેને તેનું ગોત્ર પૂછ્યું. સત્યકામે કહ્યું કે હું તે જાણતો નથી ત્યારે ગુરુએ કહ્યું કે તું તારી માતાને પૂછી આવ. માતાને પૂછવા ગયો ત્યારે તેની માએ કહ્યું કે હું તારું ગોત્ર કયું છે તે જાણતી નથી. હું જ્યારે યુવાનીમાં દાસી રૂપે અનિયમિત ફરતી હતી ત્યારે તું ઉત્પન્ન થયો. તેથી તારું ગોત્ર કયું છે તે હું જાણતી નથી. મારું નામ જાબાલા છે અને તારું નામ સત્યકામ છે માટે સત્યકામ જાબાલા એ પ્રમાણે તું કહેજે. તેણે ગુરુ પાસે જઈને શબ્દેશબ્દ સત્ય વાત કહી. ગુરુએ કહ્યું વત્સ, ખુશીથી બ્રહ્મચારી થા અને ભણ. તું સત્યપ્રિય છે ને તેથી તારી જાત બ્રાહ્મણ છે. આ પ્રમાણે ગુરુએ સત્યકામની ગુણ પ્રમાણે જાતિ ઠરાવીને તેને ભણાવ્યો. એ જ પ્રમાણે હલકી જાતિમાં ઉત્પન્ન થવા છતાં ત૫ વડે બ્રાહ્મણ પદવી પામ્યાં. આવાં દૃષ્ટાંત મહાભારત, રામાયણ અને પુરાણોમાં અનેક મળી આવે છે.
વિદ્યા અને ઉત્તમ સદાચારના કારણથી જેઓ બ્રાહ્મણ પદવી પામ્યા હતા તે તેમના વંશજ) અભણ અને દુરાચારી થયા પછી પણ બ્રાહ્મણ ગણાતાં રહ્યાં. અને અજ્ઞાન તથા દુરાચારને લીધે જેઓ ઊતરતી દશા પામ્યા હતા તેમાંથી કોઈ વિદ્વાન અને પવિત્ર આચરણવાળો નીવડે તો પણ તે શૂદ્રનો શૂદ્ર રહેવા લાગ્યો. કોઈપણ ઈતિહાસ જુઓ, હિંદુસ્તાનને કે રોમન , ગ્રીસ કે યુરોપનો, જ્યાં ત્યાં ઊંચી પદવી પામેલાઓમાં જાતિમત્સર એ એક સ્વાભાવિક વસ્તુ છે. વિદ્યાથી, ધનથી, રાજસત્તાથી કે કોઈપણ કારણથી જેઓ ઊંચી પદવી પામે છે તેમનામાં ધીમે ધીમે જાતિ મત્સર દાખલ થયા વિના રહેતો જ નથી. અમારા જેવા જેઓ નથી તે અમારાથી હલકા એ ભાવ અત્યારની ઊંચી કેળવણી પામેલા વકીલ, ડૉક્ટરો અને સરકારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org